Wonder of Bhavnagar students: Umbrella will forecast rain, also useful for women's safety!
સંશોધન /
ભાવનગરના વિદ્યાર્થીઓનો કમાલ : છત્રી કરશે વરસાદની આગાહી, મહિલા સુરક્ષા માટે પણ ઉપયોગી!
Team VTV10:42 AM, 27 Jun 21
| Updated: 10:43 AM, 27 Jun 21
જ્ઞાનમંજરી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલું આ સ્માર્ટ બમ્બર શૂટ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ભાવનગરમાં કોલેજના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું સ્માર્ટ બમ્બર શૂટ
ક્યાંય પણ ફસાઇ ગયો હોય ડિવાઇસ વડે જાણી શકાશે લોકેશન
મહિલા સુરક્ષા માટે આધુનિક છત્રી ઉપયોગી સાબિત થઇ શકે છે
ભાવનગરના સિદસરમાં કોલેજના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો સ્માર્ટ બમ્બર શૂટ તૈયાર કર્યું છે જ્ઞાનમંજરી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલું આ સ્માર્ટ બમ્બર શૂટ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રકારની સ્માર્ટ છત્રી તૈયાર કરવામાં આવી છે. જેમાં એક પ્રકારનું ડિવાસ જોડવામાં આવ્યું છે જેના થકી હવે હવામાન, તાપમાન સહિતની માહિત મેળવી શકાશે તેમજ મહિલા સુરક્ષા માટે પણ આ આધુનિક છત્રી ઉપયોગી બની શકે છે.
સ્માર્ટ છત્રી તમને કહેશે આજે વરસાદ પડશે કે નહીં
હવે તમે છત્રીના માધ્યમથી જાણી શકશો તમારું લોકેશન, તાપમાન, હવામાન અને ક્યારે વરશી શકે છે વરસાદ ભાવનગરમાં ત્રણ વિદ્યાર્થીઓએ સ્માર્ટ છત્રી તૈયાર કરી છે જેના વડે હવે તાપમાન, લોકેશન, ભેજ સહિતની તમામ માહિતી જાણી શકશો. સિદસરમાં આવેલી જ્ઞાનમંજરી એન્જિનિયરિંગના 3 વિદ્યાર્થીઓએ સ્માર્ટ બમ્બર શૂટ બનાવ્યું છે. જેના માધ્યમ થકી હવે હવામાન વિભાગ કેવી હશે તેની માહિતી પણ મળી જશે.
ડિવાઇસથી હવામાનની કરી શકાશે આગાહી
વિદ્યાર્થીઓએ એક ખાસ ડિવાઇસ તૈયાર કર્યું છે. જેના વડે હવામાનની આગાહી,તમે ક્યાંય ફસાઇ ગયા છો તો તમારું કરન્ટ લોકેશન કયું છે જેવી માહિતી આપમેડે જાણી શકાશે આ ખાસ પ્રકારના ડિવાઇસની મદદથી હવે હવામાન વિભાગની જાણકારી પણ મળી જશે.
મહિલા સુરક્ષા માટે પણ થઇ શકે છે ઉપયોગી
સ્માર્ટ છત્રીથી જાણી શકાશે કે આજે વરસાદ આવવાનો છે કે નહીં. અને તમારે છત્રી લઇ જવી પડશે કે નહીં. આ તમામ માહિતી તમારા મોબાઇલમાં જ આવી જશે. અને તમે રાત્રીના સમયે બહાર જશો તો છત્રીમાં મૂકેલી લાઇટ આપોઆપ ચાલું થઇ જશે. સાથે જ જો મહિલાની સુરક્ષા માટે પણ આ સ્માર્ટ છત્રી ઉપયોગી બની શકે છે તેવું સ્માર્ટ છત્રી તૈયાર કરનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું છે.