women's premire league 2023 auction, shefali sharma and jemimah are in delhi capitals
મહિલા IPL ઓક્શન /
ઈન્ડીયાની વર્લ્ડ કપ ચેમ્પિયન શેફાલી, પાક.ને હરાવનાર જેમિમા પર 'દે ધનાધન', ઘર ભરાઈ જાય તેટલા પૈસા
Team VTV05:15 PM, 13 Feb 23
| Updated: 05:17 PM, 13 Feb 23
ઐતિહાસિક મહિલા પ્રીમિયર લીગનું ઓક્શન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સ DCમાં શામેલ થઈ ચૂકી છે.
મહિલા પ્રીમિયર લીગ 2023નું મેગા ઓક્શન
દરેક ટીમ પાસે 12-12 કરોડ રૂપિયાનું પર્સ
શેફાલી વર્મા અને જેમિમા દિલ્હી કેપ્ટલ્સમાં શામેલ
ભારતીય મહિલા ક્રિકેટ માટે આજે મોટો અને અગત્યનો દિવસ માનવામાં આવી રહ્યો છે. BCCI દ્વારા પહેલીવાર મહિલા પ્રીમિયર લીગ WPLનું આયોજન થવા જઈ રહ્યું છે. જેનો પહેલો ઓક્શન આજે મુંબઈમાં આયોજિત થયો છે. આ ઓક્શનમાં 400થી વધારે મહિલા ખેલાડીઓની બોલી લગાડવામાં આવી રહી છે જેમાં 90 પ્લેયર્સનું ઓક્શન થશે.
જેમિમા રોડ્રિગેજ પર પણ થઈ ધનની વર્ષા
ટી20 વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનને હરાવનારી જેમિમા રોડ્રિગેજ પર લોકોએ ઊંચી-ઊંચી બોલીઓ લગાવી હતી. તેમને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડમાં ખરીદ્યું છે. જેમિમાએ પાકિસ્તાનની સામે 53 રનોની ઈનિંગ્સ રમી હતી.