womens day 93 year old chandigarh athlete mann kaur
એવોર્ડ /
Video: જ્યારે 103 વર્ષના દાદી દોડીને મંચ પર રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યાં, પછી કર્યું એવું કે.....
Team VTV02:47 PM, 08 Mar 20
| Updated: 02:52 PM, 08 Mar 20
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર સન્માનિત કરવામાં આવી. આ અવસર નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તેમની સાથે જોવા મળ્યાં હતાં. જ્યારે રાષ્ટ્રપતિએ 103 વર્ષના માન કૌરને એથલેટિક્સને તેમની ઉપલબ્ધિઓ માટે નારી શક્તિ પુરસ્કાર આપ્યો ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પોતાની જગ્યા પર ઉભા થઇ ગયેલા જોવા મળ્યાં હતા.
માન કૌર જ્યારે રાષ્ટ્રપતિ પાસે એવોર્ડ લેવા સ્ટેજ પર જાણે ધીમી સ્પીડે દોડતાં ગયા હોય તેવું જોવા મળ્યું હતું. જો કે રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યા બાદ જ્યારે હાથ ઉંચા કરી દોડવાની એકશન કરી ત્યારે તેઓ એ પણ પાંચ-સાત સેકન્ડ સુધી હાથ ઉપર કરી જાણે ડાન્સ જેવી પ્રતિકૃતિ કરતાં ત્યાં હાજર બધા લોકો ઉભા થઇ ગયા હતા.
જિંદગીમાં જો કંઇક કરી છુટવાનો ઇરાદો હોય તો કોઇપણ પણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. જેનું ઉદાહરણ એકવાર ફરી 103 વર્ષના માન કૌરે રજૂ કર્યું.
માન કૌરે 21મી એશિયાઇ માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશીપ-2019માં 7 મેડલ જીતને એક નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. મન કૌરે દુનિયાભરમાં ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધામાં 30થી વધારે પદક જીત્યાં છે.
માન કૌરે એવી ઉંમરમાં દોડવાનું શરૂ કર્યું જે ઉંમરમાં લોકો ઘૂંટણી તકલીફને લઇને ચાલવાનું પણ છોડી દેતાં હોય છે. માન કૌરે 93 વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું.