બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:39 PM, 3 October 2024
ડિઝિટલ અરેસ્ટના કેસ વધી રહ્યાં છે. નવા ઉભરાઈ રહેલા આ ગુનામાં ઠગબાજો ફોન કરીને સેક્સના ખોટા કેસમાં ફસાવે છે અને પછી પૈસા પડાવે છે. યુપીના આગ્રામાં એક મહિલાનું હાર્ટ ત્યારે બેસી ગયું કે જ્યારે તેની પર ફોન આવ્યો કે તેમની પુત્રી સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ છે એટલે 1 લાખ રુપિયા ટ્રાન્સફર કરો તો છોડાવી દઈએ, આ સાંભળીને મહિલાને હાર્ટએટેક આવી ગયો અને તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
આગ્રાની ટીચર માલતી સાથે શું બન્યું?
આગ્રામાં માલતી વર્મા નામની મહિલા ટિચરને 30 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે તેને એક વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલરના ડીપીમાં યુનિફોર્મ પહેરેલા પોલીસ અધિકારીનો ફોટો હતો. તેના પર કેપ્ટન વિજય કુમારનું નામ લખેલું હતું, એક વાર ફોન ન ઉપાડતાં માતાએ ઓછામાં ઓછા 10 ફોન કર્યાં હતા અને કહેવામાં આવ્યું કે તમારી દીકરી સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ છે. ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી. કહેવામાં આવ્યું કે જો તમે તમારી દીકરીને બચાવવા માંગતા હોવ તો તરત જ એક નંબર પર ફોન કરીને 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો. આ સાંભળીને માલતી ખૂબ ડરી ગઈ અને આઘાતમાં તેનું હૃદય બેસી ગયું.
ADVERTISEMENT
વીડિયો કોલ કરીને બહેનનું ઠેકાણું જાણ્યું
ભાઈ દીપાંશુએ કહ્યું કે તેણે તેની બહેનને વીડિયો કોલ કરીને તે ક્યાં છે તે પૂછ્યું હતું. જવાબમાં તેણે કોલેજમાં હોવાનું જણાવતાં કહ્યું કે ચિંતા જેવું કંઈ નથી. દરમિયાન, તેને પોલીસ અધિકારીનો ફોટો ધરાવતા નંબર પરથી સતત ફોન આવતા હતા. આથી તેની હાલત બગડી ગઈ હતી. અચાનક તેને પરસેવો પડવા લાગ્યો હતો અને આખરે હોસ્પિટલ લઈ જવાતાં તેનું મોત થયું હતું.
વધુ વાંચો : VIDEO : છોકરીએ જાહેર રોડ પર યુવાનોના ગ્રુપને મોજ-મજા કરાવી દીધી, વાયરલ થયો વીડિયો
ડિજિટલ ધરપકડ શું છે?
સાયબર ફ્રોડ કરનારાઓએ છેતરપિંડીની આ નવી પદ્ધતિ શોધી કાઢી છે. ડિજિટલ ધરપકડમાં, પાર્સલ અથવા કુરિયર્સમાં ડ્રગ્સ, બેંક ખાતામાં ખોટા વ્યવહારો, મની લોન્ડરિંગના આરોપો જેવી છેતરપિંડીની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, છેતરપિંડી કરનારાઓ પોલીસ, સીબીઆઈ, ઇડી, કસ્ટમ્સ, ઇન્કમટેક્સ અથવા નાર્કોટિક્સ અધિકારીઓનો યુનિફોર્મ પહેરેલા લોકોને વીડિયો કોલ કરે છે. તેઓ ખોટા આક્ષેપો કરીને ડિજિટલ ધરપકડની વાત કરે છે. તેઓ પીડિતને માનસિક રીતે તોડવા અને ડરાવવા માટે દરેક યુક્તિનો ઉપયોગ કરે છે. બરાબર એવું જ ઓસ્વાલ સાથે થયું. ઠગ, કેન્દ્રીય તપાસકર્તાઓ તરીકે, તેનો સંપર્ક કર્યો અને તેને મની લોન્ડરિંગ કેસમાં શંકાસ્પદ તરીકે વર્ણવ્યો. તેણે એક ઓનલાઈન કોર્ટ સુનાવણીનું પણ આયોજન કર્યું જેમાં એક વ્યક્તિએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડનો ઢોંગ કર્યો. આ પછી તેઓને જાઉન્ટના ભાગ રૂપે તેમના તમામ પૈસા એક ખાતામાં જમા કરવાનું કહેવામાં આવ્યું. પોલીસે કહ્યું છે કે આરોપીઓ પાસેથી અંદાજે 5.25 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ભારતમાં આવા કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી હોવાનું માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.