બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / women stripped paraded naked her son eloped with girlfriend

Karnatak / દીકરો યુવતીને ભગાડી ગયો તો માંને મળી સજા, થાંભલે બાંધી, નગ્ન કરી રાક્ષસોએ કરી મારામારી, કર્ણાટકનો હેરાન કરી મૂકે તેવો કિસ્સો

Vikram Mehta

Last Updated: 08:51 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના બેલગાવીથી હેરાન કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. બેલગાવીમાં કેટલાક દબંગોએ એક મહિલાને તેના દીકરાની ભૂલની સજા આપી છે. મહિલાને નગ્ન કરીને ફેરવી અને થાંભાલા સાથે બાંધીને તેને માર માર્યો.

  • બેલગાવીથી હેરાન કરી દેતો કિસ્સો સામે આવ્યો
  • દબંગોએ દીકરાની ભૂલની સજા તેની માતાને આપી
  • નગ્ન કરીને ફેરવી અને માર માર્યો

કર્ણાટકના બેલગાવીથી હેરાન કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. બેલગાવીમાં કેટલાક દબંગોએ એક મહિલાને તેના દીકરાની ભૂલની સજા આપી છે. અસામાજિક તત્ત્વોએ મહિલાને ઘરની બહાર નીકળાને તેના કપડા ફાડી દીધા. આ રાક્ષસોએ મહિલાને નગ્ન કરીને ફેરવી અને થાંભાલા સાથે બાંધીને તેને માર માર્યો. 

પોલીસે આપેલ જાણકારી આનુસાર આ સમગ્ર મામલો રવિવાર રાતનો છે. દબંગોએ મહિલાના દીકરાની ભૂલની સજા તેની માતાને આપી છે. આ મહિલાનો દીકરો એક યુવતીને લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ગૃહમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. 

યુવક-યુવતી ફરાર
પોલીસે આપેલ જાણકારી અનુસાર પીડિત મહિલાનો દીકરો અને તેની સાથે ફરાર થયેલ યુવતી રિલેશનમાં હતા. યુવતી ફરાર થતા યુવતીના પરિવારજનો યુવકના ઘરે પહોંચી ગયા અને યુવકની માતા સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. પોલીસે જણાવ્યું કે, યુવતીના પરિવારજનોએ યુવકની માતાને ઘરની બહાર કાઢીને તેના કપડા ફાડી નગ્ન કરીને બહાર ફેરવી. રાક્ષસોએ યુવકની માતાને થાંભલા સાથે બાંધીને તેને પણ માર્યો છે. 

મુખ્યમંત્રીનું નિવેદન
આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, અમારી સરકાર તમામ સ્થળો કડક વલણ દાખવી રહી છે. આરોપી સામે કડક પગલા લેવામાં આવશે. X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, બેલગામમાં મહિલાને નિર્વસ્ત્ર કરવી તે અમાનવીય ઘટના છે. આરોપીને સજા આપવામાં આવશે. 

આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિત પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે. કર્ણાટકના ગૃહમંત્રીએ જણાવ્યું છે કે, પોલીસે આ મામલે 7 લોકોની ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પીડિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Boy ran away with girlfriend Karnatak news karnatak cm women paraded naked કર્ણાટક ન્યૂઝ કર્ણાટક મહિલા સાથે અત્યાચાર karnatak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ