બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Women should keep these things in mind while saving tax investing money

ટેક્સ સેવિંગ / પૈસા ઈન્વેસ્ટ કરતી વખતે કઈ બાબતો ધ્યાને જરૂરી, મહિલાઓ ખાસ ચેતે

Pravin Joshi

Last Updated: 11:38 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓ હવે મોટી મોટી કંપનીઓમાં ઉઁચી પોસ્ટ પર પણ જોવા મળે છે પરંતુ હજુ પણ મહિલાઓમાં પુરૂષોની સરખામણીમા ઈન્વેસ્ટમેન્ટ સંબંધીત લિટરેસી નથી આવી.

હવે મહિલાઓ મોટી સંખ્યામાં નોકરી અને વ્યવસાયમાં જોડાઈ છે. જેથી, મહિલાઓએ પણ નાણાકીય બાબતે જાગૃત થવાની જરૂર છે. જો તમે મહિલા તરીકે કોઈ જગ્યાએ પૈસા ઈન્વેસ્ટ કરો છો તો તમારે એ જાણવુ જરૂરી છે કે તમારે ક્યાં કેટલા રૂપિયા ટેક્સ રૂપે ચૂકવવાના થાય છે. અગાઉ મહિલાઓ માટે અલગ ટેક્સ સ્લેબ હતો. પરંતુ, હવે ટેક્સ સ્લેબમાં લિંગના આધારે કોઈ રાહત નથી અપાતી. જેથી તમારે જાણવુ જરૂરી છે કે, મહિલા તરીકે ઈન્વેસ્ટ કરેલા કયા પૈસા ટેક્સના દાયરામાં આવે છે.

Topic | VTV Gujarati

જો તમે બચતના પૈસા FDમાં ઈન્વેસ્ટ કરો છો તો તેના પર મળનારા વ્યાજ પર ટેક્સ લાગે છે. જો તમારી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજની આવક 1 વર્ષમાં 40,000 રૂપિયા સુધી પહોંચે છે તો તમારી બેંક તેની પર TDS કાપે છે. ઉલ્લેખનીય છે કે, બેંકો 40,000 રૂપિયાથી વધુની આવક પર 10% ટેક્સ લગાવે છે. જો તમારા વ્યાજની રકમ 40,000થી ઓછી હશે તો તેના પર કોઈ ટેક્સ કાપવામાં આવશે નહીં.

Topic | VTV Gujarati

જો તમે રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કર્યુ છે અને તેની પર એક વર્ષમાં 40,000 રૂપિયાથી વધુ વ્યાજ મળે છે તો 10%ના દરે તમારૂ TDS કાપવામાં આવે છે. પરંતુ 40,000 રૂપિયા સુધીના વ્યાજ પર કોઈ TDS કાપવામાં આવતુ નથી. આ સિવાય તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરો છો, તો તેના પર મળતા વ્યાજ પર કોઈપણ પ્રકારનો ટેક્સ કપાતો નથી. તે EEE સિસ્ટમ હેઠળ ગણવામાં આવે છે. PPFમાં જમા કરાયેલા પૈસા પરનું વ્યાજ અને ઉપાડેલી રકમ ટેક્સ ફ્રી છે.

Topic | VTV Gujarati

વધુ વાંચો : નોકરીયાત વર્ગ આ રીત અપનાવી ઈન્કમ ટેક્સમાં મેળવી શકે છે વર્ષે લાખોની રાહત

ઉલ્લેખનીય છે કે, TDS અને આવકવેરો બે અલગ વસ્તુ છે. વાર્ષિક આવક પર ઈન્કમ ટેક્સ લગાવવામાં આવે છે. તો ટેક્સની ચોરી રોકવા માટે TDS લગાવવામાં આવે છે.   પગાર, વ્યાજ, ભાડું ચૂકવતા પહેલા TDS કાપવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Investment Market Tax Woman saving saving tax ટેક્સ પૈસા મહિલા માર્કેટ રોકાણ investing money
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ