બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / આ મહિલાઓને સેક્સમાં સૌથી વધારે ઈન્ટરેસ્ટ, પેદા કરી રહી છે 7 બાળકો, સાંભળીને ચોંકી જવાશે
Last Updated: 09:29 PM, 18 September 2024
ચીન અને ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતા દેશ છે એટલે એવી ગેરસમજણ થાય કે આ બન્ને દેશની મહિલાઓ સૌથી વધારે બાળકો પેદા કરતી હશે પરંતુ આ માન્યતા ખોટી છે. સૌથી વધારે બાળકો પેદા કરનાર દેશોની યાદીમાં ચીન અને ભારત નથી પરંતુ નામ સાંભળ્યું પણ ન હોય તેવો એક દેશ છે.
ADVERTISEMENT
નાઈજરની મહિલાઓ પેદા કરે છે સૌથી વધારે બાળકો
આફ્રિકામાં લગભગ 6 એવા દેશો છે જ્યાં મહિલાઓ સરેરાશ 6 કે તેથી વધુ બાળકોને જન્મ આપે છે. વિશ્વના 20 દેશોમાંથી જ્યાં મહિલાઓ સૌથી વધુ બાળકો ધરાવે છે, 19 આફ્રિકન ખંડમાં છે. નાઈજરની મહિલાઓ વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં બાળકો પેદા કરે છે. નાઈજરમાં દરેક મહિલા સરેરાશ 7 બાળકોને જન્મ આપે છે. આ આંકડો વિશ્વના કોઈપણ દેશની સરખામણીમાં સૌથી વધુ છે. સૌથી મોટી વાત એ છે કે આ દેશ એટલો ગરીબ છે કે અહીંના લોકો બે ટાઈમ ખાવા માટે સંઘર્ષ કરે છે.
ADVERTISEMENT
નાઈજર દેશની ભૌગોલિક સ્થિતિ શું?
નાઈજર પશ્ચિમ આફ્રિકામાં એક લેન્ડલોક દેશ છે, જેનું સત્તાવાર નામ નાઈજર રિપબ્લિક છે. તેનો કુલ વિસ્તાર 1.27 મિલિયન ચોરસ કિલોમીટર છે, જે તેને આફ્રિકાનો સૌથી મોટો દેશ બનાવે છે. નાઈજરની સરહદ સાત દેશોને લિબિયા, ચાડ, નાઇજીરીયા, બેનિન, બુર્કિના ફાસો, માલી અને અલ્જેરિયને મળે છે અને તેની વસતી 25 મિલિયન છે.
વધુ વાંચો : હાઈવે પર છોકરીની કપડાં વગરની માથું કપાયેલી લાશ મળતાં ચકચાર, મર્ડરમાં મોટો ખુલાસો
વધારે બાળકો પેદા કરવામાં અફઘાનિસ્તાન 15મા નંબરે
ભારતનો પાડોશી દેશ અફઘાનિસ્તાન પણ આ યાદીમાં છે. ટોચના 20 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન 15માં નંબરે હતું. અહીંની મહિલાઓ સરેરાશ 4 થી 5 બાળકોને જન્મ આપે છે. અફઘાનિસ્તાનની વસ્તી લગભગ 4 કરોડ છે, જેમાં પશ્તુન, તાજિક, હજારા અને ઉઝબેક જેવા સમુદાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.