બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:33 PM, 12 November 2024
Hockey Womens Asian Champions Trophy 2024: મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારતીય હોકી ટીમે રોમાંચક રીતે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું છે. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી જીત છે.
ADVERTISEMENT
આ મેચ બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં રમાઈ હતી. સંગીતા કુમારીએ ત્રીજી મિનિટે જ ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. દીપિકાએ 20મી મિનિટે ટીમ ઈન્ડિયાને 2-0થી આગળ કરી દીધી હતી.
ADVERTISEMENT
દક્ષિણ કોરિયા માટે પહેલો ગોલ યુરી લીએ 34મી મિનિટે કર્યો હતો. માત્ર 3 મિનિટ પછી, યુનબી ચેઓન તેની ટીમને ભારત સાથે 2-2ની બરાબરી પર લાવ્યા.
મેચ ખતમ થવામાં માત્ર 3 મિનિટ બાકી હતી ત્યારે દીપિકાએ ગોલ કરીને ભારતને ફરી લીડ અપાવી હતી. અંતે ટીમ ઈન્ડિયાનો 3-2થી વિજય થયો હતો.
આ જીત સાથે મહિલા ભારતીય ટીમ હોકી રેન્કિંગમાં નવમા સ્થાને પહોંચી ગઈ છે અને યજમાન ભારત તેની બંને મેચ જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી ટેબલમાં બીજા સ્થાને છે.
વધુ વાંચોઃ દુનિયામાં નંબર 1 ઓલરાઉન્ડરે સંન્યાસનું કર્યું એલાન, ચાહકોને લાગ્યો આઘાત, કરિયર શાનદાર
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે મલેશિયાને 4-0થી હરાવ્યું હતું. હવે દક્ષિણ કોરિયાને હરાવીને તેણે સતત બીજી જીત નોંધાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.