આ મંદિરની ભોંય પર ઊંઘતા જ સ્ત્રી થઈ જાય છે પ્રેગ્નન્ટ..

By : juhiparikh 03:46 PM, 11 June 2018 | Updated : 03:46 PM, 11 June 2018
નિ:સંતાન લોકો સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કરતા હોય છે. આવુ જ કંઇક હિમાચલ પ્રદેશના એક ગામમાં થાય છે. હિમાચલના સિમસ ગામમાં એક એવુ મંદિર છે જેની ભોંય પર સૂવાથી મહિલાઓ ગર્ભવતી બની જાય છે. લોકોમાં એવી આસ્થા છે કે દેવી મા પોતે જ સપનામાં આવીને સંતાન પ્રાપ્તિના આશિર્વાદ આપે છે અને મહિલાને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. સંતાન સુખ મેળવવા માટે દૂર દૂરથી મહિલાઓ આ મંદિરે આવે છે.

આ મંદિર સંતાનદાત્રીના નામે જાણીતુ છે. નવરાત્રીમાં અહી સલિન્દરા ઉત્સવ ઉજવવામાં આવે છે જેનો અર્થ છે સપનામાં આવવુ તેવો થાય છે. આ સમયે નિસંતાન મહિલાઓ દિવસ-રાત મંદિરની ભોંય પર સૂવે છે. અહીંના સ્થાનિક લોકોનું માનવુ છે કે આમ કરવાથી તે જલ્દી ગર્ભવતી બની જશે. 

આ સાથે દાવો કરવામાં આવે છે કે માતા સિમસા સપનામાં મહિલાઓને ફળ આપે છે તો તે મહિલાને સંતાન સુખ મળે છે. આ ઉપરાંત તે છોકરાને જન્મ આપશે કે છોકરીને તેની પણ જાણ થઇ જાય છે.

જો કોઇ મહિલાને પેરું મળે છે તો તે છોકરાને જન્મ આપશે અને જો મહિલાને ભીંડા પ્રાપ્ત થાય તો તે છોકરીને જન્મ આપશે. કહેવામાં આવે છે કે જો કોઇ મહિલાને નિ:સંતાન રહેવાનું સપનુ આવે અને જે પછી તે મંદિરમાં ન આવે તો તેના શરીરમાં ખંજવાળ આવવા લાગે છે.Recent Story

Popular Story