બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'પહેલા સેક્સ કરો બાદમાં મળશે ભોજન', આ દેશમાં સૈનિકો બન્યા હવસના ભૂખ્યા, કાળજું કંપાવતી સ્થિતિ
Last Updated: 07:55 PM, 22 July 2024
આફ્રિકાના સુદાનમાં હાલ ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર સુદાનના ઓમદુરમાન શહેરમાં રહેતી મહિલાઓએ જણાવ્યુ હતુ કે ખાવાનું મેળવવા માટે અમારે સૈનિકો સાથે યૌન સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવે છે. જે બાદ જ અમને ખાવાનું મળી રહે છે. જેના માટે મહિલાઓને મોટી લાઇનામાં ઉભા રહેવું પડે છે. હાલ સુદાનમાં ચાલી રહેલ ગૃહ યુદ્ધના કારણે દેશની સ્થિતિ આર્થિક રીતે પડી ભાંગી છે. તથા ત્યાંના લોકોને ખાવા-પીના ફાંફા પડી રહ્યા છે.
ADVERTISEMENT
પરિવારજનોનું પેટ ભરવા બાંધવા પડ્યા શારીરિક સંબંધ
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઓમદુરમાનથી ભાગી નીકળવામાં સફળ થયેલ બે ડઝનથી વધારે મહિલાઓએ જણાવ્યુ હતુ કે ત્યાં જીવંત રહેવા માટે સુદાની સૈનિકો સાથે ફરજિયાત યૌન સંબંધ બાંધવો પડે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ સેનાના જવાનો આ માટે મોટી સંખ્યામાં મહિલાઓને લાઈનમાં ઉભા રાખે છે, જે બાદ તેમની સાથે શારીરિક સંબંધ બાંધે છે. જેના બદલામાં મળતા ખોરાક-પાણી થકી મહિલાઓ તેમના પરિવારજનોનું પેટ ભરે છે. આ ઉપરાંત મહિલાઓએ જણાવ્યુ હતુ કે આ પ્રકારના કૃત્ય ફેક્ટરીવાળા વિસ્તારોમાં થાય છે. જ્યાં સૌનિકોએ હુમલો કરીને ખાણી-પીણીનો મોટાભાગનો સામાન પોતાના હસ્તક કરી લીધો છે. એક મહિલા જણાવે છે કે તેમની પાસે આ કર્યા સિવાય કોઇ વિકલ્પ હોતો નથી. ઘરડા માતા-પિતા અને બાળકોની સારસંભાળ રાખવાનો આ એકમાત્ર રસ્તો છે.
ADVERTISEMENT
સત્તાની લડાઇમાં દેશ પડી ભાંગ્યો
સુદાનમાં છેલ્લા એક વર્ષથી ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. ગત વર્ષે 15 એપ્રિલના રોજ રાષ્ટ્રવ્યાપી ગૃહ યુદ્ધ શરૂ થયા બાદ મહિલાઓ સાથે સૈનિકો દ્વારા કરવામાં આવતી રેપની ઘટનાઓ વધી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી સૈનિકો ખોરાક પાણી આપવા સામે મહિલાઓને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે સુદાનમાં સેના અને તેના વિરોધીઓ રાજધાની ખાર્તૂમ પર કબજો કરવા લડાઈ કરી રહ્યા છે. જેનો ભોગ દેશના તમામ નાગરિકો બન્યા છે. અત્યાર સુધી દેશમાં 15,000 થી વધારે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10 હજારથી વધારે લોકો બેઘર થયા છે. ઉપરાંત આ નર્કમાં જીવતા લોકોને ખોરાક, પેટ્રોલ, પાણી, દવા અને વીજળીની ખોટ સામે ઝઝૂમવાની વારી આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : શું વ્હાઇટ હાઉસમાં થશે ભારતીય મૂળના રાષ્ટ્રપતિની એન્ટ્રી ? જાણો કોણ છે કમલા હેરિસ ?
ADVERTISEMENT
બે જીગરજાન સાથીઓ વચ્ચે સત્તાનો જંગ
15 એપ્રિલ, 2023 થી સુદાની સશસ્ત્ર બલ (SAF) અને ત્યાના અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોંર્સ (RSF) વચ્ચે લડાઈ ચાલુ છે. સુદાનનો જમીન વિસ્તાર ઘણો મોટો છે. જે આરબ અને આફ્રિકી દેશની વચ્ચે આવેલો છે. સુદાનની ગણતરી ઇસ્લામિક દેશમાં કરવામાં આવે છે. સુદાનમાં 90 ટકાથી વધારે વસ્તી મુ્સ્લિમોની છે. સુદાનમાં બે જનરલો સત્તા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જેમાં એક તરફ સેનાના જનરલ અબ્દેલ ફતેદ અલ બુરહાન અને બીજી તરફ દેશના બીજા નંબરના નેતા અને RSF ના લીડર જનરલ હમદાન દગાલો છે. જેમને હેમેદતીના નામથી ઓળખવામાં આવે છે. એક સમયે આ બંને સાથે કામ કરતા હતા. બંનેએ સાથે મળીને ઓક્ટોબર 2021 માં સત્તા પલટાવી નાખી હતી. પરંતુ હાલ સત્તાને લઇ તે બંને વચ્ચે લોહિયાળ જંગ જામ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.