છત્તીસગઢમાં પહેલીવાર નક્સલીઓ સામે મહિલા કમાન્ડો બાથ ભીડશે. છત્તીસગઢ પોલીસે પહેલીવાર પોતાના નક્સલી વિરોધી ફ્રંટલાઈન ફોર્સ જિલ્લી રિઝર્વ ગાર્ડમાં મહિલા કમાન્ડોને સામેલ કરી છે. હવે રાજ્યમાં મહિલા કમાન્ડો નક્સલીઓની ગતિવિધીઓ પર વોચ રાખશે અને બાથ ભીડશે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મહિનામાં ત્રણ નક્સલને ઠાર મારનારી સુરક્ષાબળની સોર્ટ એક્શન ટીમનો ભાગ છે. દેવી દંતેશ્વરીના નામ પરથી દંતેશ્વીર લડાકે એવું નામ આ મહિલા કમાન્ડોની ટીમને આપવમાં આવ્યું છે.
છત્તીસગઢના દંતેવાડા અને બસ્તરમાં આ મહિલા કમાન્ડોને તૈનાત કરવામાં આવી છે. ડીઆરજી મહિલા કમાન્ડોની આ પહેલી પ્લાટૂન છે.. જેથી હવે દંતેવાડામાં કુલ છ પ્લાટૂન તૈનાત થઈ છે. અગાઉ બસ્તરમાં રાજ્ય પોલીસ અને અર્ધસૈનિક દળમાં મહિલા સૈનિકોને અભિયાનમાં સામેલ કરવામાં આવી હતી.
પહેલીવાર એવું બન્યું છે કે, સંપૂર્ણ મહિલા કમાન્ડો ટીમને અશાંત વિસ્તારમાં પુરૂષ ડીઆરજી સૈનિકો સાથે ખભાથી ખભો મિલાવીને અભિયાન સંચાલન કરવા માટે રચના કરવામાં આવી છે. ડીઆરજીમાં મોટા ભાગે એવા યુવાઓને સામેલ કરવામાં આવે છે કે જેઓ નક્સલીઓ સંગઠન છોડીને આત્મસમર્પણ કર્યું હોય.