અનેક વાર સાંભળ્યું હશે કે, માત્ર પુરુષો જ બજરંગબલીની પૂજા કરી શકે છે. કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખીને મહિલાઓ પણ હનુમાનજીની પૂજા કરીને આશીર્વાદ મેળવી શકે છે.
ભગવાન હનુમાનની પૂજા કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે
મહિલાઓ પણ કરી શકે છે બજરંગબલીની પૂજા
પૂજા કરતા સમયે આ 3 બાબતોનું રાખવું ખાસ ધ્યાન
હિંદુ ધર્મમાં અનેક લોકો બજરંગબલીની પૂજા કરે છે. ભગવાન હનુમાનની પૂજા કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે. બજરંગબલીના આશીર્વાદ મેળવવા માટે મંગળવારે પૂજા અર્ચના કરવામાં આવે છે. અનેક વાર સાંભળ્યું હશે કે, માત્ર પુરુષો જ બજરંગબલીની પૂજા કરી શકે છે. કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખીને મહિલાઓ પણ હનુમાનજીની પૂજા કરીને આશીર્વાદ મેળવી શકે છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મૂર્તિને અડકવું નહીં
ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજી બ્રહ્મચારી છે. આ કારણોસર માનવામાં આવે છે કે, મહિલાઓ હનુમાનજીની પૂજા કરી શકે નહીં. મહિલાઓ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ કર્યા વગર દૂરથી તેમની પૂજા કરી શકે છે.
શીષ ઝુકાવવું નહીં
ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજી સામે કોઈપણ મહિલા શીષ ઝુકાવતી નથી. બજરંગબલી સીતાજીને માતા માનીને તેમની સામે શીષ ઝુકાવે છે. તેમના માટે તમામ સ્ત્રી માઁ સમાન છે, આ કારણોસર તેઓ નથી ઈચ્છતા કે, કોઈપણ મહિલા તેમની સામે શીષ ઝુકાવે. આ કારણોસર મહિલાઓએ બજરંગબલી સામે શીષ ના ઝુકાવવું.
જળ અર્પણ ના કરવું
ધાર્મિક માન્યતા અનુસાર દેવી દેવતાઓની પ્રતિમા પર જળ અર્પિત કરવું તે સંસ્કાર તરીકે ગણવામાં આવે છે. પૂજા પહેલા સૌથી પહેલા જળ અર્પણ કરીને પ્રારંભ કરવામાં આવે છે. જેને સ્ના તરીકે ગણવામાં આવે છે. આ કારણોસર મહિલાઓએ હનુમાનજીને જળ અર્પણ ના કરવું અને તેમના પર વસ્ત્ર અર્પણ ના કરવા.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)