બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / women asked for the right to work from the taliban protested on the road

પ્રદર્શન / તાલિબાનની વિરુદ્ધ રસ્તા પર ઉતરી અફઘાન મહિલાઓ, માંગ્યો કામનો અધિકાર

Dharmishtha

Last Updated: 10:40 AM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં નવી સરકારમાં મહિલાઓની ઓછી ભાગીદારીની વિરુદ્ધ અને કામના અધિકારને લઈને મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ.

  •  લગભગ 50 અફઘાનિ મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે
  •  મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ
  • કામના સ્થળે મહિલાઓને કામ પર પાછા ન આવવા કહેવામાં આવ્યું 

 લગભગ 50 અફઘાનિ મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે

અફઘાનિસ્તાનમાં જલ્દી તાલિબાનની સરકારની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. ત્યારે સરકારમાં મહિલાઓની ઓછી ભાગીદારીની વિરુદ્ધ અને કામના અધિકારને લઈને મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. આ દરમિયાન લગભગ 50 અફઘાનિ મહિલાઓ હાથમાં તખ્તિઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહી સૂત્રોચ્ચાર કરી રહી છે. 

મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રદર્શન કરી રહેલી એક મહિલાએ જણાવ્યું કે તે ઈચ્છતી હતી કે તાલિબાન મહિલાઓને કેબિનેટમાં સામેલ કરે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તાલિબાન અમારી સાથે વિચાર વિમર્શ કરે. અમને તેમના સમારોહ અને કાર્યક્રમોમાં મહિલાઓ નજરે નથી પડી રહી. પ્રદર્શનોની સાક્ષી બનેલી એએફપીના પત્રકાર અનુસાર પ્રદર્શનકારિઓનું કહેવું હતુ કે શિક્ષા, કામ અને સુરક્ષા અમારો અધિકાર છે. અમે ડરતા નથી અમે એક છીએ.

કામના સ્થળે મહિલાઓને કામ પર પાછા ન આવવા કહેવામાં આવ્યું 

અલજજીરા મુજબ તાલિબાન પાસે મહિલાઓએ કામ કરવાના અધિકારને લઈને જવાબ ન મળતા તેઓ ગુરુવારે રસ્તા પર ઉતર્યા હતા. એક 24 વર્ષીય મહિલાએ કહ્યું કે તેમને અને અન્ય મહિલાઓને કામ પર પાછા ન આવવા કહેવામાં આવ્યું છે. સાથે જ્યારે મહિલાઓને પશ્ચિમી અફઘાનિસ્તાનની સૌથી મોટી ઓફિસોમાં પાછી ફરી તો તેમને પાછી મોકલી દેવામાં આવી છે. મહિલાઓએ જણાવ્યું કે હેરાતી મહિલાઓના એક ગ્રુપે તાલિબાનના મુખ્ય અધિકારીઓને મહિલાઓના અધિકારોને લઈને નીતિઓ પર સફાઈ માંગી હતી. પણ તેમને કોઈ જવાબ મળ્યો નહોતો.

 મહિલા પત્રકાર બેહેસ્તા અરઘંદ ડરના કારણ દેશ છોડી નિકળી ચૂકી 

એક ઈન્ટવ્યૂ દરમિયાન તાલિબાનના વરિષ્ઠ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકજઈએ જણાવ્યું હતું મહિલાઓ પોતાના કામ જારી રાખી શકે છે. તેમના માટે ભવિષ્યની સરકાર અથવા કોઈ મોટા પદ પર ‘કદાચ’ જગ્યા ન હોય. તાલિબાન તેના જૂના શાસનમાં તે કટ્ટરપંથી હતા. ટીવી પર તાલિબાનન નેતાનું ઈંટર્વ્યૂ કરવા વાળી અફઘાનિસ્તાનની પહેલી મહિલા પત્રકાર બેહેસ્તા અરઘંદ ડરના કારણ દેશ છોડી નિકળી ચૂકી છે.

તેમણે કતારમાં એએફપીને જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ બહું ખરાબ સ્થિતિમાં છે હું આંતરરાષ્ટ્રીય સમુદાયનું કહેવા માંગુ છું કે અફઘાન મહિલાઓ માટે તમે જે કરી શકો છો કરો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ