સેનાએ એક ટ્વિટમાં લખ્યું છે કે મણિપુરમાં મહિલા કાર્યકર્તાઓ જાણીજોઈને રસ્તો રોકી કામમાં દખલ કરી રહી છે.આર્મી સુરક્ષા માટે ઓપરેશન ચલાવે છે જેમાં આ પ્રકારની દખલગીરી યોગ્ય નથી.
મણિપુરમાં જમ્મુ-કાશ્મીર જેવી હાલત બની શકે છે
ધરપકડ કરાયેલા 12 આતંકીઓને મહિલાઓએ મુક્ત કરાવ્યા
સેના પંહોચી તો 1200 થી 1500 લોકોની ભીડે વિસ્તારને ઘેરી લીધો
થોડા સમય પહેલાની જ વાત છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સેના ઓપરેશન માટે પહોંચતી ત્યારે કેટલાક લોકો એકઠા થઈને જવાનોનો રસ્તો રોકવા માટે પહોંચી જતા હતા અને એમ છતાં સેના આગળ વધે તો પથ્થરમારો શરૂ થવા લાગે. આવું જ કઈંક મણિપુરમાં થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે, જો કે હજુ સુધી અહીં પથ્થરમારાની કોઈ ઘટના બની નથી.
સેનાએ વિડીયો શેર કરીને કરી અપીલ
હવે વાત એમ છે કે મણિપુરમાં આ ઘટનાઓ એટલા હદ સુધી વધી ગઈ છે કે સેનાએ એક અલગ વીડિયો મૂકીને લોકોને આવું ન કરવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે હાલ સેનાએ પોતાના એક ટ્વિટમાં લખ્યું છે કે મણિપુરમાં મહિલા કાર્યકર્તાઓ જાણીજોઈને રસ્તો રોકી રહી છે અને સુરક્ષા દળોના કામમાં દખલ કરી રહી છે. આર્મી જાન-માલની સુરક્ષા માટે ઓપરેશન ચલાવે છે, તેના કામમાં આ પ્રકારની દખલગીરી યોગ્ય નથી. મણિપુરના લોકોએ શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને સમર્થન આપવું જોઈએ.'સૈન્ય સ્પષ્ટપણે કહે છે કે તેમનું ઓપરેશન અટકાવવું માત્ર ગેરકાયદેસર નથી પણ શાંતિ અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રયાસો માટે નુકસાનકારક પણ છે.
Women activists in #Manipur are deliberately blocking routes and interfering in Operations of Security Forces. Such unwarranted interference is detrimental to the timely response by Security Forces during critical situations to save lives and property.
🔴 Indian Army appeals to… pic.twitter.com/Md9nw6h7Fx
ધરપકડ કરાયેલા 12 આતંકીઓને મહિલાઓએ મુક્ત કરાવ્યા
મણિપુરમાં હાલ સ્થિતિ સામાન્ય નથી એવામાં હાલ એવો બનાવ બન્યો હતો કે મહિલાઓ દ્વારા સેનાના કામમાં અવરોધ આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 24 જૂને ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના ઇથમ ગામમાં એક ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં વિદ્રોહી જૂથના 12 આતંકવાદીઓને હથિયારો, દારૂગોળો અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી અન્ય ઘણી વસ્તુઓ સાથે પકડવામાં આવ્યા હતા.
1200 થી 1500 લોકોની ભીડે વિસ્તારને ઘેરી લીધો
જ્યારે વિસ્તારમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે મહિલાઓ અને સ્થાનિક નેતાઓની આગેવાનીમાં 1200 થી 1500 લોકોની ભીડે વિસ્તારને ઘેરી લીધો હતો. તેઓએ સુરક્ષા દળોને તેમનું ઓપરેશન ચાલુ રાખવાથી રોકી દીધું. સુરક્ષા દળોએ પણ તેને વારંવાર અપીલ કરી પરંતુ તે લોકો માની રહ્યા નહતા. એ બાદ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તમામ 12 આતંકવાદીઓને છોડવા પડ્યા હતા.
"Women activists in Manipur are deliberately blocking routes and interfering in operations of Security Forces. Such unwarranted interference is detrimental to the timely response by Security Forces during critical situations to save lives and property. Indian Army appeals to all… pic.twitter.com/k347JKnuVV
સેનાના જવાનોને અટકાવવામાં આવ્યા હતા
આના એક દિવસ પહેલા પૂર્વ ઇમ્ફાલના કાંગપોકપી જિલ્લામાં આવી જ ઘટના બની હતી. 23 જૂને અહીંના યિંગંગપોકપી વિસ્તારમાં આતંકવાદીઓ અને BSF વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અહેવાલ મુજબ સશસ્ત્ર આતંકવાદીઓનું એક જૂથ યિંગંગપોકપી પહાડીથી પૂર્વ ઈમ્ફાલના કેટલાક ગામોમાં ઘૂસી ગયું હતું. તેઓએ ગ્રામજનોને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો. તેમનો સામનો કરવા સેના પહોંચી હતી. બંને તરફથી ગોળીઓ ચાલી રહી હતી. આ દરમિયાન મહિલાઓ યિંગંગપોકપી વિસ્તારમાં રસ્તા પર એકઠી થઈ હતી અને વધારાના સુરક્ષા દળોને એ વિસ્તારમાં પ્રવેશતા સંપૂર્ણપણે અટકાવ્યા હતા.
સીબીઆઈએ તપાસ કરતા અટકાવ્યા
22 જૂને પણ મહિલાઓએ સીબીઆઈ અધિકારીઓને ઈમ્ફાલ ઈસ્ટના પાંગેઈ વિસ્તારમાં મણિપુર પોલીસ ટ્રેનિંગ કોલેજ (MPTC)માં પ્રવેશતા અટકાવ્યા હતા. મે મહિનામાં મણિપુર હિંસાની શરૂઆતમાં એક ટોળાએ આ કોલેજમાંથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો લૂંટી લીધો હતો. આ જ કેસની તપાસના સંદર્ભમાં સીબીઆઈના અધિકારીઓ અને સીએફએસએલના ફોરેન્સિક નિષ્ણાતો કોલેજ પહોંચ્યા હતા પણ મહિલાઓના એક જૂથે તેમનો રસ્તો રોક્યો હતો.