બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક બાદ એક મહિલાએ ત્રણ સાડીઓ સેરવી, વિશ્વાસ ન આવે તેવો જામનગરનો વીડિયો
Last Updated: 06:15 PM, 18 September 2024
મહિલાઓના સાડી ચોરી કરવાના બનાવો અવારનવાર જોવા મળતા હોય છે. ત્યારે જામનગરમાં પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં મહિલાએ સાડીની દુકાનમાં જઇને 3 મોંઘીદાટ સાડીઓ ચોરી હતી.
ADVERTISEMENT
શહેરમાં આવેલા જયશ્રી કોમ્પલેક્સની ગ્રાઉન્ટ ફ્લોરની દુકાનમાં મહિલા ગ્રાહક બનીને આવી હતી. અને સાડીઓની ખરીદીના નામે ટેબલ પર સાડીઓ જોઈ રહી હતી. સેલ્સ ગર્લ જ્યારે સાડીઓ બતાવી રહી હતી. ત્યારે શાતિર મહિલાએ સેલ્સગર્લની નજર ચૂકવીને ધીરેથી ત્રણ સાડીઓ સેરવી લીધી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દ્વારકા જિલ્લામાં PGVCLની ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી ખેડૂતો મુશ્કેલીમાં
દુકાનદારના જણાવ્યા પ્રમાણે કુલ 9 હજાર રૂપિયાની કિંમતની 3 સાડી મહિલાએ ઉઠાવી લીધી હતી. ત્યારે સાડીની ચોરી કરતી મહિલાની તમામ હરકત શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે દુકાન માલિકે મહિલા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.