બાળકની સારી સારસંભાળ માટે માતા-પિતા પોતાની તમામ શક્તિઓ લગાવી દે છે. મોટા થયા બાદ જો બાળકો માતા-પિતાને કોઈ નાની ભેટ આપે તો તેના આનંદનો કોઈ પાર રહેતો નથી. આવા જ એક અમુલ્ય આનંદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
દીકરાએ માંને ભેટમાં આપ્યો સ્માર્ટફોન
સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
દીકરાની ભેટ જોયા બાદ માંના ચહેરા પર તેજ વધ્યું
પુત્રએ માતા માટે સ્માર્ટફોન ખરીદ્યો
આ વીડિયોમાં એક પુત્ર પોતાની માં માટે સ્માર્ટફોન ખરીદે છે અને જેને જોઈને માંના ચહેરા પર તેજ વધી જાય છે. આ વીડિયોને અભિનેતા આર.માધવને પણ રિટ્વિટ કર્યુ છે. આ વીડિયો પાંચ જાન્યુઆરીએ ટ્વિટર યુઝર Vignesh Sammu એ ટ્વિટ કર્યુ હતુ અને અત્યાર સુધી તેને 4 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. યુઝરે વીડિયોના કેપ્શન તામિલમાં લખ્યું છે, જેનો અનુવાદ આ રીતે છે. બેગની અંદર 8 હજાર 800 રૂપિયાનો ફોન હતો. પરંતુ મારી માતાને જેટલી ખુશી મહેસૂસ થઈ તેની કિંમત અમુલ્ય છે. આ ફોન યુઝરની માતાનો બર્થ ડે ગિફ્ટ હતો.
આર માધવને પણ વીડિયો જોયા બાદ તેના વીડિયોને શેર કરતા રોકી શક્યા નહોતા. તેમણે વીડિયો રિટ્વીટ કરી સાથે લખ્યું, આ ખુશી અમૂલ્ય છે. જો કે, ભાષાના કારણે કેટલાંક લોકો સમજી શક્યા નહોતા કે આખરે માં અને બાળકની વચ્ચે શું સંવાદ થઇ રહ્યો છે. પરંતુ માતાના ચહેરાના હાવભાવ સ્પષ્ટ રીતે દેખાય છે કે આ ફોન તેમના મટે ખૂબ મૂલ્યવાન છે.