બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / woman wearing a burqa went to the Mahakal temple in Ujjain for darshan

ચોંકાવનારો કિસ્સો / બુરખો પહેરીને મહાકાલ મંદિર પહોંચી ગઈ મહિલા, તપાસ કરતાં બહાર આવી ચોંકાવનારી વિગતો

Ronak

Last Updated: 09:04 AM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉજ્જૈનમાં આવેલ મહાકાલ મંદિરમાં એક મહિલા બુરખો પહેરીને દર્શન કરવા પહોચી હતી. જેથી સુરક્ષાકર્મીઓએ તેની પૂછપરછ કરી તો સામે આવ્યું કે મહિલા હિન્દૂ હતી.

  • મહિલા બુરખો પહેરીને મહાકાલ મંદિરે પહોચી 
  • તપાસ કરતા સામે આવ્યું મહિલા હિન્દૂ હતી
  • સુરક્ષાકર્મીઓએ પૂછપરછ કરી મહિલાને દર્શન કરવા દીધા 

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ મહાકાલ મંદિરમાં ગતરોજ હડકંપ મચી ઉઠ્યો હતો. અહીયા એક મહિલા બુરખો પહેરીને માહાકાલના દર્શન કરવા માટે મંદિરે આવી હતી. તેને જોઈને સુરક્ષાકર્મીઓ પણ ચોંકી ગયા અને તેમણે મહિલાની પૂછપરછ કરી કો સામે આવ્યું કે તે જીનીના આદેશ પર મંદિરે આવી છે. જેથી પોલીસ કર્મીઓએ બાદમાં તેને દર્શન કરવા દીધા હતા. 

મંદિરના અધિકારીઓએ દર્શન કરવાની અનુમતી આપી 

મહિલા જેવી દર્શન કરવા બુરખામાં આવી અને લાઈનમાં ઉભી રહી કે ત્યા ઉભેલા દરેક ભક્તો હેરાન થઈ ગયા હતા. બાદમાં પોલીસકર્મી અને સુરક્ષાકર્મીઓની નજર તે મહિલા પર પડી તો તેને ત્યાજ રોકવામાં આવી હતી. બાદમાં તેની પૂછપરછ કરી તો ત્યા સુધીમાં આ મામલો મંદિરના અદિકારીઓ સુધી પહોચ્યો અને તેમણે મહાકાલના દર્શન કરવાની અનુમતી આપી અને બાદમાં પોલીસકર્મીઓ મહિલાને અંદર દર્શન કરવા લઈ ગયા હતા. 

યુવતી હિન્દૂ હોવાનું સામે આવ્યું 

એવી માહિતી સામે આવી છે કે બુરખો પહેરીને જે મહિલા મંદિરે ગઈ હતી તે મુસ્લીમ ન હતી તેનું નામ લક્ષ્મી હતું અને તે રાજસ્તાનના ભીલવાડાની રહેવાસી હતી. તેની માતા અને પિતા પણ દર્શન દર્શન કરવા માટે આવ્યા હતા. પોલીસે તે દરેકની પૂછપરછ કરી અને બાદમાં તેમને દર્શન કરવાની અનુમતી આપી હતી. 

યુવતીની લાંબી પૂછપરછ ચાલી 

ઉલ્લેખનીય છે મહિલા સાથે લાંબી પૂછપરછ ચાલી હતી તે બુરખો પહેરીને આવી હતી જેના કારણે લોકો હેરાન થઈ ગયા હતા. તેનું કહેવુ એમ હતું કે તે જીનીના આદેશ પર બુરખો પહેરીને મહાકાલ મંદિરે આવી છે. જોકે તેના માતાપિતાની માનસીક સ્થિતી ઠીક ન હોવાનું પણ સામે આવ્યું છે. લક્ષ્મી છેલ્લા કેટલાય દિવસોથી બુરખો પહેરીને મહાકાલ મંદિરમાં દર્શન કરવાની જીદ કરતી હતી. જેથી તેની ઈચ્છાને પૂરી કરવા માટે તેના પરિવાર તેની સાથે મંદિરે દર્શન કરવા આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Mahakali Temple Ujjain burqa ઉજ્જૈન બુરખો પહેરલ યુવતી મહાકાલ મંદિર Mahakal Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ