બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:53 PM, 18 September 2024
સાઉથ ઇન્ડસ્ટ્રીના ફેમસ જુનિયર એનટીઆરને વર્તમાન સમયમાં કોણ નથી ઓળખતું? તેમની ફિલ્મો લોકો ખૂબ પસંદ કરતા હોય છે. સાઉથમાં તો જુનિયર એનટીઆર વિશે કહેવામાં આવે છે કે તે એક ફક્ત સ્ટાર નથી પરંતુ લોકોની ભાવના છે. સોશિયલ મીડિયા પર તેમના એક ફેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના જીવનના સૌથી ઘટના મુશ્કિલ સમયમાં જુનિયર એનટીઆરની ફિલ્મ જોઈ રહી છે.
ADVERTISEMENT
આ વિડીયો આંધ્ર પ્રદેશના કાકીનાડાના સરકારી હોસ્પિટલનો છે. જેમાં એક મહિલાની બ્રેન ટ્યુમરની સર્જરી ચાલી રહી છે. આ સમયે તે જુનિયર એનટીઆરની ફિલ્મ 'અદૂર્સ' જોઈ રહી છે. આ સર્જરી લગભગ અઢી કલાક ચાલી. આ સમયે તે મહિલા જુનિયર એનટીઆરની ફિલ્મના કોમેડી સીન જોઈ રહી હતી.
જુઓ વિડીયો
ADVERTISEMENT
ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేసిన డాక్టర్లు
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2024
కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అదుర్స్ సినిమాని చూపిస్తూ "అవేక్ క్రానియోటమీ" ద్వారా మహిళా రోగికి బ్రెయిన్ ట్యూమర్ను తొలగించిన డాక్టర్లు.
తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ. అనంతలక్ష్మి (55) అనే మహిళ… pic.twitter.com/7TY8qUhV00
ઓપરેશન થિયેટરમાં જોઈ ફિલ્મ
આઅ ઓપરેશન દરમિયાન ફિલ્મ જોવા માટે ના નહોતી પાડી. અઢી કલાક પછી આ ઓપરેશન સફળ રહ્યું. મહિલાના બ્રેનથી 3.3x2.7CMનું ટ્યુમર કાઢવામાં આવ્યું. ઓપરેશન એક સરકારી હોસ્પિટલમાં થયું.
બ્રેન સર્જરી સમયે શું દર્દીને જાગૃત રહેવાની જરૂર છે?
સોશિયલ મીડિયા પર એવા ઘણા વિડીયો વાયરલ થતાં હોય છે કે જેમાં બ્રેન સર્જરી દરમિયાન દર્દી જાગૃત હોય છે અને કોઇક સમયે ફિલ્મ પણ જોતાં હોય છે. મેડિકલ સાઇન્સ પ્રમાણે અમૂક બ્રેન સર્જરી જેવી કે બ્રેન સ્ટિમ્યુલેશન કે અવેક ક્રેનિયોટોમીમાં દર્દીને જાગૃત રહેવું જરૂરી હોય છે.
આની પાછળનું કારણ છે કે સર્જન સર્જરી દરમિયાન બ્રેનના એ ભાગની ગતિવિધિઓ પર નજર રાખી શકે, જે મુવમેન્ટ, બેલવું કે અન્ય મહત્વપૂર્ણ કર્યોને નિયંત્રિત કરે છે. સર્જન જાગૃત દર્દીથી વાત કે તેના રીએકશનથી પાક્કું કરતા હોય છે કે સર્જરીથી કોઈ મહત્વપૂર્ણ ન્યુરોલોજીકલ કાર્ય પર અસર તો નથી પડતી.
હકીકતમાં તો દરેક બ્રેન સર્જરીમાં એવું નથી હોતું. અમુક સર્જરીમાં દર્દીને પૂરી રીતે બેભાન રાખવામાં આવે છે. ખાસકરીને ત્યારે કે સર્જન માથાના એવા ભાગ સાથે કામ નથી કામ નથી કરતાં જે ભાગ પ્રમુખ શારીરિક કે માનસિક કાર્યોને નિયંત્રિત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.