બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હદ થઇ ગઇ! જુઓ Reel માટે એક મહિલાએ બાળકને કેવું ઉઠાવીને પટક્યું, વાયરલ Video જોઇ યુઝર્સ ભડક્યાં
Last Updated: 08:39 PM, 14 January 2025
કેટલાક લોકો રીલ બનાવવાના ચક્કરમાં તમામ હદો પાર કરી રહ્યા છે, હવે જરા જુઓ એક મહિલાનો આ વાયરલ થયેલો વીડિયો. વીડિયોમાં રીલ બનાવતી વખતે મહિલાએ નાના બાળક સાથે જે કર્યું તે જોઈને તમને ખૂબ ગુસ્સો આવી જશે.
ADVERTISEMENT
Bhagwaan aise logo ko bachhe kyu deta hai pic.twitter.com/rDzVNec4sk
— Viral Vibes (@Viralvibes07) January 13, 2025
વાયરલ વીડિયોમાં તમે જોશો કે મહિલા બાળકને હવામાં ઝૂલાવે છે અને જોયા વગર જ તેને પલંગ પર ફેંકી દે છે. આ પછી તે ભોજપુરી ગીત પર ડાન્સ કરવા લાગે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઓટો ચાલકને ભાડું માંગવું ભારે પડ્યું! દબંગ યુવતીએ કરી લાફાવાળી, Video જોઇ લોકો ભડકી ઉઠ્યાં
એવું લાગે છે કે, મહિલાએ ધ્યાન આકર્ષિત કરવા માટે જાણી જોઈને આવું કર્યું હોય. આ વીડિયો @Viralvibes07X હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ રીલ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને જોઈને નેટીઝન્સનો ગુસ્સો અલગ જ લેવલ પર જોવા મળી રહ્યો છે.
એક યુઝરે કમેન્ટ કરી કે, ભગવાન, તમે આવા લોકોને બાળકો કેમ આપો છો? અન્ય યુઝરે લખ્યું, ઓહ તારી! બાળકને ફેંકી દીધો.બીજાનું તો કહેવું છે કે, ભગવાન હવે શું-શું જોવાનું બાકી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.