નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં મુંબઇની એક પરણિત મહિલાએ અરજી દાખલ કરીને કહ્યું છે કે એનો પતિને નેટ દ્વારા પોર્ન જોવાની લત લાગી છે. આ કારણથી એ પોર્નની વિક્ટિમ થઇ ગઇ છે અને એનું લગ્નજીવન તબાહ થઇ ગયું છે. એને અપીલ કરી છે કે પોર્ન બેન કરવામાં આવે. કોર્ટમાં અરજીકર્તા કમલેશ વાસવાની બનામ કેન્દ્ર સરકાર સંબંધિત બાબતમાં મુંબઇની રહેવાસી 27 વર્ષની મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
મહિલાનું કહેવું છે કે પરિવારજનોએ એના 10 માર્ચ 2016ના રોજ લગ્ન કરાવ્યા પરંતુ લગ્ન બાદ પતિ સાથે એના સંબંધ તણાવપૂર્ણ થઇ ગયા છે કારણ કે એને પોર્નની લત થઇ ગઇ છે. એની ફેમિલી લાઇફ ખરાબ થઇ ગઇ છે. આ બાબતની સુનાવણી દરમિયાન 3 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ભરોસો આપ્યો હતો કે પોર્ન સાઇટ્સને બ્લોક કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી અને માર્ચ 2016માં આદેશ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર તરફથી રજૂ એડિશનલ સલિસિટર જનરલ પિંકી આનંદ આ બાબતે નિર્દેશ લેશે કે સંબંધિત ઓથોરિટી સૂચન આપે કે કેવી રીતે એક્ટિવિટીઝને રોકી શકાય છે. જો કે હજુ આ બાબતે પેન્ડિંગ છે.