woman says active sex life saved her life after husband found lump in breast tste
આ તો જબરું.. /
સેક્સને કારણે જીવ બચ્યો! 52 વર્ષની મહિલાએ સંભળાવી પોતાની કહાની
Team VTV11:04 AM, 23 Nov 21
| Updated: 11:05 AM, 23 Nov 21
એક વૃદ્ધ મહિલાનો દાવો છે કે તેની સક્રિય સેક્સ લાઈફને કારણે સમયસર તેના શરીરમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું.
કેન્સર ખબર પડતાં જ મહિલાએ સારવાર શરૂ કરી
મહિલાએ દાવો કર્યો સેક્સ લાઇફથી જીવ બચી ગયો.
ટીના હાલ સારવાર હેઠળ છે.
કેન્સર સમયસર ખબર પડતાં મહિલાએ સારવાર શરૂ કરી
એક વૃદ્ધ મહિલાનો દાવો છે કે, તેની સક્રિય સેક્સ લાઈફથી તેનો જીવ બચી ગયો. મહિલાનું કહેવું છે કે પતિએ બ્રેસ્ટમાં થયેલી ગાંઠને ઓળખી કાઢી હતી. જે હકીકતમાં કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. સમયસર ખબર પડતાં કેન્સર ફેલાય તે પહેલા જ મહિલાએ સારવાર શરૂ કરી દીધી હતી.
મહિલાએ દાવો કર્યો તેની સેક્સ લાઇફથી તેનો જીવ બચી ગયો.
ઈંગ્લેન્ડના હેમ્પશાયરમાં રહેતી 52 વર્ષીય ટીના ગ્રેને 2 વર્ષ પહેલા મેનોપોઝ થયો હતો, જો કે, તેણે સેક્સ ન બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ટીના ગ્રેના પતિ ડેઝ 51 વર્ષના છે. અને બંનેએ પોતાની સેક્સ લાઈફ એક્ટિવ રાખી છે. ટીના કહે છે કે મનોપોઝએ બંનેને પહેલા કરતા વધુ નજીક લાવ્યા. ટીના ગ્રેએ જણાવ્યું કે, એક દિવસ તેને તેના સ્તનમાં કંઈક અસામાન્ય લાગ્યું, તેણે પતિ ડેઝને પુછ્યું કે, તે એક સમાન છે કે, અગલ ડેઝે તરત જ ગાંઠ અંગે શોધી કાઢ્યું હતું. ટીના ગ્રેએ કહ્યું કે, મને તેના પતિના નિર્ણય પર વિશ્વાસ હતો અને હું સીધી ડોકટર પાસે ગઈ. છેવટે, મારા શરીરથી મારા પતિ કરતાં વધું કોણ પરિચિત હશે ?
ટીના હાલ સારવાર હેઠળ છે.
ડેઝે કહ્યું કે, અમે લાંબા સમયથી સાથે છીએ, તેથી હું ટીનાના શરીરને સારી રીતે ઓળખું છું. તપાસ દરમિયાન ટીનાને બંને સ્તનોમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. ડોકટરે જણાવ્યું હતું કે, તેના ડાબા સ્તનમાં એક ગાંઠ છે. અને જમણા સ્તનમાં પણ એક નાની ગાંઠ છે. ટીના હાલ સારવાર હેઠળ છે.