VIDEO /
બરફની વચ્ચે 6 કિમી પગપાળા ચાલીને રસી આપવા જ રહી છે આ મહિલા, સોશિયલ મીડિયા પર લોકોએ કરી સલામ
Team VTV07:08 PM, 03 Feb 22
| Updated: 07:09 PM, 03 Feb 22
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સ્વાસ્થ્ય કર્મી બરફની વચ્ચે 6 કિમી પગપાળા ચાલીને રસીકરણ કરવા જઈ રહી છે. લોકો આ મહિલાના ખૂબ વખાણ કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક મહિલા સ્વાસ્થ્ય કર્મી બરફમાં છ કિલોમીટર સુધી પગપાળા ચાલીને કિશોરોને કોવિડ રસીકરણ કરવા જઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ પોતાના ટ્વિટર હૈંડલ પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે સાહસની પરાકાષ્ઠા આશાનું કિરણ છે. દેશની હેલ્થ આર્મી દેશનું અભિમાન છે. છ કિમી પગપાળા ચાલીને બાળકોને રસીકરણ કરવા જતી સ્વાસ્થ્ય કર્મી.
साहस की पराकाष्ठा
उम्मीद की किरण है।
देश की हेल्थ आर्मी
देश का अभिमान है।
6 किलोमीटर पैदल चलकर बच्चों के टीकाकरण हेतु जाती स्वास्थ्य कर्मी। गर्व है मुझे हमारी हेल्थ आर्मी पर।
આ વીડિયોમાં એક મહિલા સ્વાસ્થ્ય કર્મી બરફની મોટી ચાદરથી ઢંકાયેલા રસ્તા પર લગભગ 6 કિમી સુધી પગપાળાએ ચાલીને શાળાના વિદ્યાર્થીઓમાં રસીકરણના ડોઝ આપવા માટે પહોંચી હતી. આ વીડિયો કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ તથા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે અને સ્વાસ્થ્ય કર્મીના કામને બિરદાવ્યું છછે. આ વીડિયો સરાજના જંજૈહલીના થાચીનો હોવાનું કહેવાય છે.