બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મહિલાઓને પણ કમાવાનો અને ભણવાનો પુરો અધિકાર, એકલા પુરુષોને મળવો ખોટું- HC

ન્યાયિક ચુકાદો / મહિલાઓને પણ કમાવાનો અને ભણવાનો પુરો અધિકાર, એકલા પુરુષોને મળવો ખોટું- HC

Last Updated: 03:56 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતાં એવું કહ્યું કે પુરુષોની જેમ મહિલાઓને પણ કમાવાનો અને ભણવાનો પૂરો અધિકાર રહેલો છે.

પુરુષોની જેમ મહિલાઓને પણ કમાવાનો અને ભણવાનો પૂરો અધિકાર રહેલો છે તેવો ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો છે. છૂટાછેડા સામેની પત્નીની અરજી ફગાવી દેતાં અલ્હાબાદ હાઈકોર્ટે એવું કહ્યું કે સ્ત્રી અને પુરૂષ વચ્ચે લગ્નની લઘુત્તમ વયમાં તફાવત એ પિતૃસત્તાક વ્યવસ્થાની નિશાની છે. ભારતમાં પુરૂષ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહિલા માટે 18 વર્ષ છે. આ પિતૃસત્તાક વ્યવસ્થાની નિશાની સિવાય બીજું કંઈ નથી.

પુરુષોને લગ્ન માટે 3 વર્ષનો વધારેનો સમય કેમ અપાયો?

જસ્ટિસ સૌમિત્ર દયાલ સિંહ અને જસ્ટિસ ડી. રમેશે કહ્યું કે પુરુષોને લગ્ન માટે ત્રણ વર્ષનો વધારાનો સમય આપવામાં આવ્યો છે જેથી તેઓ અભ્યાસ કરી શકે અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે. કોર્ટે કહ્યું કે મહિલાઓ માટે સ્થિતિ ઉલટી છે અને તેમને આવી કોઈ તક મળતી નથી. 'લગ્ન માટે લઘુત્તમ ઉંમરમાં પુરુષોને ત્રણ વર્ષ વધુ સમય આપવો અને મહિલાઓને તેનો ઇનકાર કરવો એ સમાનતાની વિરુદ્ધ છે. આ સિસ્ટમમાં એવું માનવામાં આવે છે કે પુરુષ ઉંમરમાં મોટો હોવો જોઈએ અને તેણે પરિવારની આર્થિક વ્યવસ્થાની દેખરેખ રાખવી જોઈએ. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે મહિલાઓએ બીજા પક્ષ તરીકે રહેવું જોઈએ અને પહેલા જેવો દરજ્જો મળવો જોઈએ નહીં.

બાળલગ્ન રદ કરાવવા પતિ પહોંચ્યો હાઈકોર્ટ

એક કપલે ફેમિલી કોર્ટના નિર્ણય સામે અપીલ કરી હતી. ફેમિલી કોર્ટે પુરુષના લગ્નને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. પતિએ એવી દલીલ કરી હતી કે તેની ઉંમર જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેના લગ્ન થઈ ગયાં હતા પરંતુ હવે તેને આ લગ્ન માન્ય નથી. જોકે પત્નીએ વિરોધ કરતાં કહ્યું કે તેઓ હવે પુખ્તવયના હોવાથી લગ્ન રદબાતલ ન થઈ શકે. પત્નીની દલીલ પર હાઈકોર્ટે કહ્યું કે બાળ લગ્ન કાયદામાં જોગવાઈ છે કે જો બાળ વિવાહ થયાં હોય તો બન્નેમાંથી કોઈ એક લગ્ન રદ કરવાની માગ કરી શકે. તે ઉપરાંત બન્ને પુખ્તવયના થયાના બે વર્ષ બાદ પણ લગ્ન રદની અરજી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Allahabad HC high court verdict news High Court verdict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ