બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:18 PM, 10 December 2024
દૂનિયામાં દરરોજ અનેક ચોંકાવનારી ઘટનાઓ બને છે અને તે ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં પણ એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક રશિયન મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મહિલાને સતત હેરાન કરી રહ્યો હતો. જો કે, વીડિયોમાં બીજી જ ક્ષણે મહિલાએ તે વ્યક્તિને એવો જોરદાર પાઠ ભણાવ્યો કે તે કોઈ પણ સ્ત્રીને જીવનભર પરેશાન કરતા પહેલા સો વાર વિચારશે. ત મહિલા તે વ્યક્તિને એવા બે મુક્કા મારે છે કે તે વ્યક્તિ હેરાન પરેશાન થઈ જાય છે. હવે આ વીડિયો જોઈને લોકો મહિલાને 'સુપરલેડી' કહી રહ્યા છે.
ADVERTISEMENT
Muslim migrant harasses the wrong Russian girl in St Petersburg.
— Baba Banaras™ (@RealBababanaras) November 29, 2024
Do you support this action of Russian girl ? pic.twitter.com/zHcMAGZCY8
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને એક વાત નક્કી છે કે આ વીડિયો બદમાશોને મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ કે, મહિલાએ જે રીતે તે વ્યક્તિની ધોલાઈ કરી હતી, તે આ પાઠ ભાગ્યે જ ભૂલી શકશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ કોઈને કોઈ મુદ્દે મહિલાને હેરાન કરવાનું શરૂ કરે છે. આ સમય દરમિયાન મહિલા ખૂબ જ શાંત રહે છે અને બધું સહન કરે છે. ત્યારપછી અન્ય બે લોકો પણ આવે છે અને વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ એવું લાગે છે કે રશિયન મહિલાની ધીરજ હવે તૂટી ગઈ હતી. કારણ કે, બીજી જ ક્ષણે તેણીએ વ્યક્તિને બે વાર મુક્કો માર્યો અને તે ત્યાંથી ચાલ્યો ગયો.
ADVERTISEMENT
રશિયન મહિલાની નિડરતા જોવા જેવી છે, જ્યારે ત્યાં હાજર અન્ય લોકો પણ તેના દેખાવમાં અચાનક આવેલા બદલાવને જોઈને દંગ રહી જાય છે. @Fights_bro હેન્ડલ પર વીડિયો શેર કર્યા બાદ યુઝરે લખ્યું કે, રશિયન મહિલાએ શું નૉકઆઉટ કર્યું. પોસ્ટને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે કોમેન્ટ બોક્સ લોકોની પ્રતિક્રિયાઓથી છલકાઈ ગયું છે.
એક યુઝરે કમેન્ટ કરી, આ મહિલા તો સુપરલેડી નીકળી. વ્યક્તિ બે મુક્કામાં ભાંગી પડ્યો. અન્ય યુઝર કહે છે કે, આ મહિલા પ્રશિક્ષિત લાગે છે. તેણે તે વ્યક્તિને અદ્ભુત ઝડપે મુક્કો માર્યો. અન્ય એક યુઝરે લખ્યું, તેણીને લેડી ન કહો, તે રાણી છે. હવે આ વ્યક્તિ કોઈ પણ છોકરીને હેરાન કરતા પહેલા સો વાર વિચારશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમેરિકી શપથ સમારોહ / VIDEO : ટ્રમ્પ મેલાનિયાને કિસ કરવા ગયા પરંતુ ટોપીએ બગાડી નાખ્યો ખેલ, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.