બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:53 AM, 26 March 2025
બિહારના ભોજપુર જિલ્લામાં ભયાનક કાંડથી થથરી ગયું છે. અહીં ઘરમાં ઘુસીને સંબંધીઓએ ભાભીની સાથે દુષ્કર્મ કરવા અને પીડિતાની તરફથી પીડિતા પર તેજાબ ફેંકવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટના ઉદવંતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની સોમવારે રાત્રે કરી છે. આરોપી તે જ ગામનો નિવાસી મહેન્દ્રસિંહ ઉર્ફે મહેન્દ્ર યાદવ છે. એસિડ એટેકમાં તેનો ચહેરો અને આંખોને નુકસાન પહોંચ્યું છે. પોલીસ અભિરક્ષામાં તેની સારવાર સદર હોસ્પિટલમાં કરાવાઇ રહી છે. બીજી તરફ માહિતી મળતાની સાથે જ પોલીસની સાથે એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.
ADVERTISEMENT
પતિ દિલ્હીમાં અને મહિલા ગામડે રહે છે
એફએસએલની ટીમ ઘટના સ્થળથી સેમ્પલ કલેક્ટ કરીને આ મામલે તપાસ કરી રહી છે. ઘટના અંગે જણાવ્યું કે, પીડિતાનો પતિ દિલ્હીમાં પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. તે પોતાનાં બે બાળકો સાથે ગામમાં રહે છે. સોમવારે રાત્રે તે ઘરે પોતાના બાળકો સાથે બેઠી હતી. ત્યારે આરોપી તેના ઘરમાં ઘુસી ગયો અને દુષ્કર્મની ઘટના બની હતી. ઘટના બાદ આક્રોશિત પીડિતાએ ઘરમાં રહેલી એસિડની બોટલ આરોપીના ચહેરા પર ફેંકી હતી. જેમાં તેનો ચહેરો સળગી ગયો હતો.
ADVERTISEMENT
પીડિતાએ બળાત્કારીનો ચહેરો એસિડથી બાળી નાખ્યો
ત્યાર બાદ પીડિતાએ ઉદવંતનગર પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ઉર્ફે મહેન્દ્ર યાદવની વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાવાઇ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપિની ધરપકડ કરી છે. ઘટના સ્થળ પર એફએસએલની ટીમ પહોંચી અને ઘટના સ્થળના સ્થળ પરથી પુરાવા એકત્રીત કર્યા હતા. બીજી તરફ આ મામલે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે, મહિલાએ પોતાના જ દિયર પર ઘરમાં ઘુસીને બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી છે. ત્યાર બાદ આરોપીઓની ધરપકડ કરી લેવાઇ છે. બીજી તરફ પીડિતાની મેડિકલ તપાસ કરાવાઇ છે. પીડિતાનું કોર્ટમાં 164 અંતર્ગત નિવેદન નોંધાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.