બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:08 AM, 10 October 2024
અમુક મર્દાની છોકરીઓની હિંમતને વખાણવી પડે. છેડતી થવા પર તે ડરી જતી નથી પરંતુ સામી છાતીએ લડીને છેડતીખોરોને ધોળે દિવસે તારા દેખાડી દેતી હોય છે. યુપીના મોરાદાબાદમાં એક સાહસિક યુવતીએ આવું જ કર્યું હતું અને તેના કામના સોશિયલ મીડિયામાં ખૂબ વખાણ થવા લાગ્યાં.
ADVERTISEMENT
#मुरादाबाद के कांठ थाना क्षेत्र में नवरात्रि में युवती ने दिखाया चंडी रूप, छेड़खानी करने वाले जिहादी, सोएब , ईमरान और सलमान की जमकर पिटाई की भिजवाया जेल, सोशल मीडिया में बनी मिशाल।
— Barabanki News (@BBKNews) October 9, 2024
लड़की ने बताया की वह देवी मंदिर से लौट रही थी रास्ते में सोइब और ईमरान ने कई कमेंट मारे पहले तो… pic.twitter.com/W81wCAy8uk
દર્શન કરીને આવતાં વિધર્મીઓએ કરી અશ્લિલ કોમેન્ટ
ADVERTISEMENT
મોરાદાબાદના કાંત નગર એરિયામાં એક યુવતી મંદિરેથી દર્શન કરીને એક્ટિવા પર પાછી આવતી હતી, રસ્તામાં ત્રણ વિધર્મી યુવાનોએ તેની સામે અશ્લિલ કોમેન્ટ કરી અને તેના શરીરનો પણ બેડ ટચ કર્યો. પોતાની છેડતી થતાં યુવતી રણચંડી બની અને એક્ટિવા પરથી ઉતરીને ત્રણેયથી ફેંટ પકડી લીધી અને એકલે હાથે ત્રણેય મેથીપાક ચખાડ્યો પછી રસ્તા પર દોડાવ્યાં હતા. તેણે રસ્તા પર એવો તરખાટ મચાવ્યો કે છેડતીખોરોની પિપૂડી વાગી હતી અને ઊભી પૂંછડીયે ભાગ્યાં હતા.
વધુ વાંચો : 'હનુમાનજી મુસલમાન હતા અને નમાઝ પઢતા, ભગવાન રામને પઢાવતાં', સરકારી ટીચર
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
આ બધું ચાલું રહ્યું હતું એટલામાં પોલીસ આવી હતી અને આરોપીઓને કસ્ટડીમાં લીધાં હતા અને યુવતીએ તેમની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તેમને જેલમાં મોકલી આપ્યાં છે. દરમિયાન સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોએ તેની હિંમતને દાદ આપી હતી અને છેડતીખોરોને આવું જ કરાય તેવું પણ જણાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.