Woman Banned From Belgium Zoo for Having an Affair With Chimpanzee
ઘટના /
આ જબરું : ચિમ્પાન્ઝી સાથે યુવતીએ કર્યુ ઈલુ-ઈલુ, ઝૂ તંત્રને જાણ થતા લીધો આ મોટો નિર્ણય
Team VTV07:39 PM, 23 Aug 21
| Updated: 07:54 PM, 23 Aug 21
પ્રાણીપ્રેમી હોવું સારી વાત છે પરંતુ બેલ્જિયમની એક મહિલાને પ્રાણીપ્રેમ ભાર પડ્યો. બેલ્જિયમની 28 વર્ષીય એન્ડી ચિમ્પાન્ઝીના પ્રેમમાં પડી.
બેલ્જિયમની એક મહિલાને પ્રાણીપ્રેમ ભાર પડ્યો
28 વર્ષીય એન્ડી ચિમ્પાન્ઝીના પ્રેમમાં પડી
ચાર વર્ષથી ચિમાન્ઝિના પ્રેમમાં હોવાનો એન્ડીનો દાવો
બેલ્જિયમમાં એન્ટવર્પ પ્રાણી સંગ્રહાલયમાં એન્ડી તિમેરન્સન નામની 28 વર્ષીય છોકરીને એક ચિમ્પાન્ઝીના પ્રેમમાં પડી. છોકરીએ દાવો કર્યો કે તે છેલ્લા 4 વર્ષથી ચિમ્પાન્ઝીના પ્રેમમાં છે. મહિલાએ કહ્યું કે તે જે ચિમ્પાન્ઝીના પ્રેમમાં પડી છે તેનું નામ ચિતા છે. અને છેલ્લા 4 વર્ષથી તે ચિતાને પ્રેમ કરી રહી છે.
છોકરી અને ચિતા ચિમ્પાન્ઝી પ્રેમ અભિવ્યક્તિ કરતા પણ અચકાતા નથી
છોકરી અને ચિતા ચિમાન્ઝિ પ્રેમ અભિવ્યક્તિ કરતા પણ અચકાતા નથી. એન્ડી અને ચિતા અવારનવાર કાચની પાછળથી એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા તથા પ્રેમી જેવો વ્યવહાર કરવા લાગ્યા હતા.
ચિમ્પાન્ઝી સાથેની એન્ડીની પ્રેમકહાની પ્રાણીસંગ્રહાલયના સત્તાવાળાઓને પસંદ ન આવી
ચિમ્પાન્ઝી સાથેની એન્ડીની પ્રેમકહાની પ્રાણીસંગ્રહાલયના સત્તાવાળાઓને પસંદ ન આવી. પ્રાણીસંગ્રહાલયના સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી એન્ડીના પ્રાણીસંગ્રહાલયમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સત્તાવાળાઓને લાગી રહ્યું છે કે ચીતા સાથેની મહિલાની નિકટતાને કારણે પ્રાણીઓમાં ખતરો પેદા થવાની સંભાવના રહેલી છે અને એન્ડી માટે પણ કોઈ પ્રાણીના પ્રેમમાં પડવું સારી વાત નથી.
ઝુમાં પોતાના પર મૂકાયેલા પ્રતિબંધ અંગે બોલતા એન્ડીએ જણાવ્યું કે હું ચિમાન્ઝિને પ્રેમ કરું છું અને તે પણ મને પ્રેમ કરે છે. મારે બીજું કંઈ જોઈતું નથી. તેઓ શા માટે મારો પ્રેમ છીનવી લે છે. અમે બન્ને પ્રેમસંબંધમાં છીએ.
જો કે, પ્રાણી સંગ્રહાલય પોતાની વાત પર મક્કમ છે અને કહ્યું કે, "જ્યારે ચિતા મુલાકાતીઓ સાથે સતત વ્યસ્ત હોય છે, ત્યારે અન્ય વાંદરાઓ તેને અવગણે છે અને તેને જૂથનો ભાગ માનતા નથી, ભલે તે મહત્વનું હોય. પછી તે પોતાની જાતે બહાર બેસે છે. એડીને પ્રાણી સંગ્રહાલયના નિર્ણય સાથે સહમત નથી.