બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / મૃત્યુ બાદ આત્મા શરૂ કરે છે સાત લોકની યાત્રા, ફિલોસોફરે જણાવી કેવી હોય છે સફર
Last Updated: 10:05 PM, 15 April 2025
મૃત્યુ બાદ વ્યક્તિનું શું થાય છે તે હજુ પણ એક ગાઢ રહસ્ય છે. સદીઓથી માનવજાત આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે અને સમય સમય પર આ અંગે ઘણા દાવા પણ કરવામાં આવ્યા છે. હવે ઓક્સફોર્ડમાં ભણેલા ફિલોસોફર ક્રિસ કાર્ટરે દાવો કર્યો છે કે શરીર મૃત્યુ પામ્યા બાદ પણ આપણી ચેતના જીવંત રહે છે. તેમના નવા પુસ્તક " The Case for the Afterlife" માં તેમને મૃત્યુ બાદના જીવન, પુનર્જન્મ અને સ્વર્ગ જેવા સ્થળો વિશે અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. ચાલો જાણીએ કે તેમણે મૃત્યુ બાદના જીવન વિશે શું લખ્યું છે.
ADVERTISEMENT
ફ્રેડરિકના મતે મૃત્યુ બાદ આત્મા પૃથ્વી પરથી એક એવી યાત્રા પર નીકળે છે જેમાં કુલ સાત અલગ અલગ ગ્રહો અથવા લોક હોય છે. જેમાં હેડ્સ, થર્ડ પ્લેન, ઈડો, પ્લેન ઓફ ફેમ, પ્લેન ઓફ લાઇટ અને આઉટ યન્ડર અને છેલ્લા વિશ્વમાં આત્મા અમરત્વ પ્રાપ્ત કરે છે અને પ્રકાશમાં પરિવર્તિત થઈ જાય છે.
ADVERTISEMENT
Hadesને 'કામચલાઉ વિશ્રામ સ્થળ' તરીકે વર્ણવવામાં આવ્યું છે જ્યાં આત્મા આગામી વિશ્વ માટે તૈયાર ન થાય ત્યાં સુધી રહે છે. અહીં પસાર કરેલો સમય આત્માના થાક અને જરૂરિયાત પર આધાર રાખે છે.
ત્રીજી દુનિયા પૃથ્વી જેવી કહેવાય છે, જ્યાં સમાન વિચારવાળા લોકો ભેગા થાય છે અને પોતાની પસંદગીની દુનિયા બનાવે છે, પરંતુ જો કોઈએ જીવનમાં ખરાબ કાર્યો કર્યા હોય તો તેને અહીં અંધકાર અને વિરાનમાં રહેવું પડે છે. ફ્રેડરિકના મતે આવા લોકો જ્યાં સુધી પોતાની સ્વાર્થી વૃત્તિઓ છોડી ન દે ત્યાં સુધી તેઓ અંધારામાં રહે છે.
ઈડો નામની દુનિયા બિલકુલ પૃથ્વી જેવી દેખાય છે પણ અહીંના રંગો અને દ્રશ્યો એટલા સુંદર હોય છે કે માણસ તેની કલ્પના પણ ન કરી શકે. ફ્રેડરિકે દાવો કર્યો હતો કે તેને આ લોકોની યાત્રા કરી હતી.
છઠ્ઠા લોકમાં પહોંચ્યા બાદ આત્મા શરીર છોડીને સફેદ પ્રકાશ બની જાય છે. ફ્રેડરિક ત્યાં પહોંચ્યો ન હતો પરંતુ તેના મતે આ માહિતી તેને ત્યાં પહેલાથી જ પહોંચેલ આત્માઓ દ્વારા આપવામાં આવી હતી.
ક્રિસ કાર્ટરે જણાવ્યું કે આત્માની આ યાત્રા તેના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ પર આધારિત હોય છે. મતલબ કે તમે જે પણ જીવન જીવ્યા છો મૃત્યુ બાદ તમને તે જ અનુભવ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.