Without a single man in space, these two women made spacewalk history
સિદ્ધી /
અંતરિક્ષમાં એક પણ પુરુષ વગર આ બે મહિલાઓએ સ્પેસવોક કરી રચ્યો ઈતિહાસ
Team VTV02:42 PM, 19 Oct 19
| Updated: 02:44 PM, 19 Oct 19
ક્રિસ્ટીના એક ઈલેક્ટ્રીકલ એન્જિનિયર છે, જ્યારે જેસિકા પાસે મરીન બાયોલોજીમાં ડૉક્ટરેટની ડિગ્રી છે. એક પણ પુરુષ વગર સ્પેસવોક કરી આ બન્ને મહિલાઓએ ઈતિહાસ રચ્યો છે. અમેરીકાની સ્પેસ એજન્સી નાસાની બે મહિલા અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચ (Christina Koch) અને જેસિકા મેર (Jessica Meir) એ એક પણ પુરુષ અંતરિક્ષ યાત્રી વગર સ્પેસવોક કરી ઈતિહાસ રચ્યો છે. આ બન્નેએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર 7 કલાક અને 17 મિનિટ વિતાવ્યાં છે. આ દરમિયાન તેમણે ફેઈલ થઈ ગયેલા પાવર કંટ્રોલ યુનિટને બદલવાનું કામ કર્યું હતું.
પુરુષ વગર સ્પેસવૉક કરનાર બે મહિલાઓએ ઈતિહાસ રચ્યો
પહેલાં ક્રિસ્ટીના સાથે મૈકલેન સ્પેસવૉક કરવાના હતાં
જેસિકાનું આ પહેલું સ્પેસવૉક હતું
જેસિકાએ પહેલીવાર સ્પેસવૉક કર્યું
નાસાનાં જણાવ્યાંનુંસાર ક્રિસ્ટીના કોચ આ પહેલાં ચાર વાર સ્પેસવૉક કરી ચુકી છે. જોકે જેસિકા મેરનો આ પહેલો અનુભવ હતો. જેસિકાએ સ્પેસવૉક કરનારી 15મી મહિલા બની ગઈ છે.
સ્પેસવૉકમાં બેટરી ચાર્જ ડિસ્ચાર્જ યુનિટ બદલ્યું. ઈલેક્ટ્રીકલ એન્જિનિયર ક્રિસ્ટીના અને બાયોલોજીમાં ડૉક્ટ્રેટ કરનાર જેસિકા શુક્રવારે નાસાનાં સ્પેસસૂટ પહેરીને ભારતીય સમય મુજબ સાંજનાં 5.08 વાગે બહાર નિકળી હતી. તેમણે બહાર નિકળીને બેટરી ચાર્જ ડિસ્ચાર્જ યુનિટ બદલ્યું હતું . એ બાદ તેઓ ફેઈલ થઈ ગયેલાં પાર્ટને લઈ ફરી એરલૉકમાં પાછા ફર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે નાસાએ માર્ચમાં અનાઉન્સમેન્ટ કર્યું હતું કે ક્રિસ્ટીના કોચ તેની સાથી એન મૈકલેન સાથે એક એવું સ્પેસવૉક કરશે, જેમાં કોઈ પુરુષ નહીં હોય. જોકે મૈકલેન માટે મીડિયમ સાઈઝનું કોઈ સુટ ન હોવાને કારણે તે સમયે આ સ્પેસવૉક કેન્સલ કરવી પડી હતી.
આ મહિલાએ દુનિયામાં પહેલીવાર કર્યું સ્પેસવૉક
સ્પેસવૉક કરનારી પહેલી મહિલા આંતરિક્ષ યાત્રી રશિયાની સ્વેતલાના સાવિત્સકયા (Svetlana Savitskaya)ની હતી. તેમણે 25 જુલાઈ 1984માં યૂએસએસઆર Salyut 7 સ્પેસ સ્ટેશનની બહાર 3 કલાક 35 મિનીટ સુધી સ્પેસવૉક કર્યું હતું.
સ્પેસવૉક કરનાર પ્રથમ મહિલાનું નિધન
સ્પેસવૉક કરનારી દુનિયાની પહેલી અંતરિક્ષ યાત્રી રશિયા સોવિયત કોસમોનૉટ અલેક્સી લિયોનોવ (Soviet cosmonaut Alexei) હતી. લિયોનોવનું આ મહિને 85 વર્ષની ઉંમરે નિધન થયું છે.