બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:48 AM, 8 August 2024
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે જે ભારતીય નાણાકીય વ્યવસ્થામાં મોટા ફેરફારો લાવી શકે છે. શક્તિકાંત દાસે ગુરુવારે UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદાને લઈને મોટી જાહેરાત કરતાં UPI ટ્રાન્ઝેક્શન લિમિટ 5 ગણી વધારીને 5 લાખ રૂપિયા સુધીની કરી દીધી છે.
ADVERTISEMENT
આરબીઆઈ ગવર્નરે UPIદ્વારા કર ચૂકવણીની મર્યાદા વર્તમાન રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાની વાત કરી છે અને આ વિશે એમનું કહેવું છે કે આ પગલું વેપારીઓ અને ગ્રાહકો માટે મોટી રકમના ટ્રાન્ઝેક્શનને વધુ સરળ અને અનુકૂળ બનાવશે. UPI દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે અને કેશલેસ ઈકોનોમી તરફ વધુ એક પગલું ભરશે.
ADVERTISEMENT
UPI ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કરવાની આ જાહેરાત પહેલા 5 લાખ રૂપિયા સુધીના વ્યવહારો માટે IMPS, RTGS જેવા માધ્યમોની મદદ લેવામાં આવતી હતી. જો કે, બેંક ગ્રાહકો તેમના મોબાઈલ ફોનથી RTGS અને IMPS દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લેવડદેવડ પણ કરી શકે છે પરંતુ આ માટે તેમની પાસે મોબાઈલ બેન્કિંગ કે ઈન્ટરનેટ બેન્કિંગ જેવી સુવિધાઓ હોવી જોઈએ.
પરંતુ જેમની પાસે મોબાઈલ બેંકિંગ અને નેટ બેંકિંગ જેવી સુવિધાઓ નથી, તેઓએ IMPS અને RTGS માટે પણ બેંકમાં જવું પડતું હતું. આવી સ્થિતિમાં, આરબીઆઈના આ નિર્ણયથી, હવે સામાન્ય લોકો પણ બેંકની મુલાકાત લીધા વિના UPIની મદદથી એક સમયે 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.