With the help of Technology know heart attack Symptoms before 5 years
એલર્ટ /
હૃદયની બીમારી સામે ટેક્નોલોજીનો જંગઃ પાંચ વર્ષ પહેલાં હાર્ટ એટેકના ખતરાની ચેતવણી મળશે
Team VTV11:03 AM, 06 Oct 19
| Updated: 11:05 AM, 06 Oct 19
હૃદયની બીમારી સામે અત્યારે મનુષ્ય અને દવાઓ જ નહીં પણ ટેક્નોલોજી પણ લડી રહી છે. જે હાર્ટએટેકના સંભવિત ખતરા સામે પણ ચેતવણી આપે છે. હૃદયની બીમારી અંગે દુનિયાભરમાં કેટલાંક ક્રાંતિકારી સંશોધનો થઇ રહ્યાં છે, જેમ કે થ્રી-ડી પ્રિન્ટિંગથી બનાવેલા હાર્ટથી ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઇ રહેલા દર્દીઓને નવું જીવન મળવાની આશા જાગી છે એટલું જ નહીં, જાયન્ટ ટેક કંપની ગૂગલ પણ હૃદયરોગના દર્દીઓને અગાઉથી ચેતવણી મળે તેવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે.
AIની મદદથી થઈ નવી ટેકનિક ડેવલપ
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી એવી ટેકનિક ડેવલપ કરી છે, જે તમને પાંચ વર્ષ પહેલાં હાર્ટએટેકનાં સંભવિત જોખમ વિશે વોર્નિંગ આપશે. આ માટે બાયોમાર્કર ફિંગરપ્રિન્ટ વિકસિત કરવામાં આવી છે, જેને ફેટ રેડિયોમિક પ્રોફાઇલ (એફઆરપી) નામ આપવામાં આવ્યું છે. એફઆરપી ધમનીઓમાં ચરબીનું આનુવંશિક વિશ્લેષણ કરશે, જેના આધારે જાણી શકાશે કે જે તે વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટએટેકનું જોખમ છે કે નહીં. બીજી બાજુ ઇઝરાયલની તેલ અવીવ યુનિવર્સિટીના સંશોધકો થ્રી-ડી પ્રિન્ટર દ્વારા થીમની હાર્ટ બનાવવા માટે સફળ થયા છે, જે હૂબહૂ કુદરતી હોય તેવું જ છે. તેને બનાવવામાં પણ માનવકોષો અને જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જોકે તેનું કદ હાલમાં માત્ર ર.પ સેન્ટિમીટર છે. મનુષ્યનાં હૃદય લગભગ ૧ર સેન્ટિમીટર હોય છે. અત્યારે માનવીમાં ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે તે કદનાં હૃદય બનાવવા પર કામ ચાલી રહ્યું છે. કૃત્રિમ હૃદય પહેલાં પણ બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ તેમાં ધમનીઓ ન હતી.
અમેરિકાની વિશ્વવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટાર્ટઅપ ઇ-જેનેસીસ દ્વારા એવા ડુક્કર પેદા કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે કે જેનાં હૃદય સહિતનાં અંગો મનુષ્યમાં સરળતાથી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. આ પ્રયોગ સફળ થશે તો હૃદયરોગના લીધે ત્રીજા ભાગનાં મૃત્યુ ઘટી જશે. પ્રાણીઓનાં હૃદયના માનવશરીરમાં પ્રત્યારોપણ અંગે વર્ષોથી સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ તેમાં સફળતા મળી નથી, કારણ કે માણસ અને પ્રાણીના હૃદય વચ્ચે મૂળભૂત તફાવત છે. તેથી જ હવે પ્રાણીઓના જનીનમાં ફેરફાર કરીને માનવીને અનુકુળ અંગોવાળાં પ્રાણીઓ પેદા કરવાના પ્રયોગો ચાલી રહ્યા છે.
પ્રતિકાત્મક ફોટો
ગૂગલ આંખ માટેની ટેક્નોલોજી પર કરી રહ્યું છે કામ
ગૂગલ એવી પણ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે કે કોઇ પણ વ્યકિતની આંખની તપાસ કરીને જાણી શકાશે કે ભવિષ્યમાં તે વ્યક્તિને હૃદયની બીમારી થઈ શકે છે અથવા નહીં. આ માટે અત્યારે મોબાઇલ સહિતના ડિવાઇસમાં જેનો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લિર્નંગનો ઉપયોગ કરાશે. આંખના પડદા એટલે કે રેટિનાની તસવીરો દ્વારા વ્યક્તિની ઉંમર, બ્લડ પ્રેશર અને બોડી માસ ઇન્ડેક્સ જાણી શકાશે, સાથે-સાથે એ પણ જાણી શકાશે કે સ્મોકિંગ જેવી આરોગ્ય માટે જોખમી આદતોની આગામી પાંચ વર્ષમાં હૃદય પર કેવી અસર કરશે. વ્યક્તિને હાર્ટએટેક આવવાની સંભાવનાની પણ ભવિષ્યવાણી આ ટેકનિકથી થશે. કેટલી હશે. અનેક માહિતીના આધારે ગૂગલે ડીપ લર્નિંગ એલ્ગોરિધમનો ઉપયોગ કરીને અનેક દર્દીઓ પર તેનું સફળ પરીક્ષણ પણ કર્યું છે. ટેક્નોલોજીની સાથે વધુ અસરકારક દવાઓ પણ આવી રહી છે, જેમ કે અમેરિકાની કંપની રેપ્થાએ ઇવોલોક્યુમેબ નામની દવા બનાવી છે, જે કોલેસ્ટરોલ ઘટાડવાનું કામ કરે છે. આ એવા દર્દીઓ માટે ઉપયોગી થશે, જેમના લોહીમાં એલડીએલ (ખરાબ કોલેસ્ટરોલ) બહુ વધી ગયું હોય અને અન્ય કોઇ દવા તેમાં કારગત ન નીવડતી હોય.
લીડલેસ પેસમેકર ડિવાઈસ બનાવાયું
રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટે્કનોલોજીના વિજ્ઞાની નિકોલસ કોનેએ એક એવું ડિવાઇસ ડિઝાઇન કર્યું છે, જે ટોઇલેટની સીટમાં ફીટ કરવામાં આવશે. તેના પર લગાવેલું ખાસ સેન્સર સીટ પર બેસનાર વ્યકિતની જાંઘમાં-લોહીમાં રહેલ ઓક્સિજન માપવાથી લોહીની માહિતી એકત્રિત કરી હૃદય-હેલ્થની ભાળ મેળવશે. વિજ્ઞાનીઓએ હવે એક અલગ પ્રકારનું પેસમેકર બનાવ્યું છે, જે સામાન્ય પેસમેકર કરતાં ૯૦% નાનું અને કેપ્સ્યૂલના આકારનું છે. તેની વિશેષતા એ છે કે તેમાં કોઈ લીડ નથી, જે સામાન્ય પેસમેકરમાં હોય છે. તેથી જ તેનું નામ લીડલેસ પેસમેકર રાખવામાં આવ્યું છે. તેને સીધું હૃદયમાં મૂકી શકાય છે. આ ઉપરાંત એવું ડિજિટલ ટેટુ ડેવલપ થઇ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ આ ડિવાઇસ ગળામાં પહેરી શકાશે. ઇલિનોઇસ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા બનાવવામાં આવેલ આ ડિવાઇસ હૃદય સહિત શરીરની અંદર થતી ગતિવિધિઓ રેકોર્ડ કરી શકે છે.
પ્રતિકાત્મક ફોટો
તેનો ઉપયોગ ટેલિમેડિસિનમાં પણ થઇ શકશે. હૃદયની બીમારી સામે અત્યારે મનુષ્ય અને દવાઓ જ નહીં પણ ટેક્નોલોજી પણ લડી રહી છે. જે હાર્ટએટેકના સંભવિત ખતરા સામે પણ ચેતવણી આપે છે. હૃદયની બીમારી અંગે દુનિયાભરમાં કેટલાંક ક્રાંતિકારી સંશોધનો થઇ રહ્યાં છે, જેમ કે થ્રી-ડી પ્રિન્ટિંગથી બનાવેલા હાર્ટથી ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઇ રહેલા દર્દીઓને નવું જીવન મળવાની આશા જાગી છે એટલું જ નહીં, જાયન્ટ ટેક કંપની ગૂગલ પણ હૃદયરોગના દર્દીઓને અગાઉથી ચેતવણી મળે તેવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી એવી ટેકનિક ડેવલપ કરી છે, જે તમને પાંચ વર્ષ પહેલાં હાર્ટએટેકનાં સંભવિત જોખમ વિશે વોર્નિંગ આપશે. આ માટે બાયોમાર્કર ફિંગરપ્રિન્ટ વિકસિત કરવામાં આવી છે, જેને ફેટ રેડિયોમિક પ્રોફાઇલ (એફઆરપી) નામ આપવામાં આવ્યું છે.
ધમનીઓમાં ચરબીનું કરશે વિશ્લેષણ
એફઆરપી ધમનીઓમાં ચરબીનું આનુવંશિક વિશ્લેષણ કરશે, જેના આધારે જાણી શકાશે કે જે તે વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટએટેકનું જોખમ છે કે નહીં. બીજી બાજુ ઇઝરાયલની તેલ અવીવ યુનિવર્સિટીના સંશોધકો થ્રી-ડી પ્રિન્ટર દ્વારા મીની હાર્ટ બનાવવા માટે સફળ થયા છે, જે હૂબહૂ કુદરતી હોય તેવું જ છે. તેને બનાવવામાં પણ માનવકોષો અને જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જોકે તેનું કદ હાલમાં માત્ર ર.પ સેન્ટિમીટર છે. મનુષ્યનાં હૃદય લગભગ ૧ર સેન્ટિમીટર હોય છે. અત્યારે માનવીમાં ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે તે કદનાં હૃદય બનાવવા પર કામ ચાલી રહ્યું છે. કૃત્રિમ હૃદય પહેલાં પણ બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ તેમાં ધમનીઓ ન હતી.