ભાઈની સાથે બોક્સ-ઓફિસ પર ટક્કર લેતા પહેલાં સોનમ કપૂરે કહ્યું કઈ આવું 

By : vishal 03:50 PM, 25 May 2018 | Updated : 03:50 PM, 25 May 2018
બોલીવુડમાં કદાચ એવું પહેલી વખત બની રહ્યું છે કે, સગા ભાઈ બહેનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સામ-સામે ટક્કર લેતી હોય. પહેલી જૂને સોનમ કપૂર અને હર્ષવર્ધન કપૂરની ફિલ્મ બોક્સ ઓફિસ પર ટક્કર લેશે. હર્ષવર્ધન કપૂરની પહેલી ફિલ્મ ‘મિર્ઝિયા' ભલે બોક્સ-ઓફિસ પર ફ્લોપ થઈ હોય, પરંતુ એમાં પાવરફુલ એક્ટિંગ કરવા બદલ તેની પ્રશંસા થઈ હતી. 

જોકે હવે તે વધુ એક વખત તેની આગામી ફિલ્મ ‘ભાવેશ જોશી સુપરહીરો'ની સાથે બિગ સ્ક્રીન પર જોવા મળશે. જોકે, હવે તેના માટે મુશ્કેલી છે કે, તેની આ ફિલ્મ તેની સિસ્ટર સોનમ કપૂરની ‘વીરે દી વેડિંગ'ની સાથે પહેલી જૂને રિલીઝ થવા જઈ રહી છે. કપૂર ભાઈ-બહેન વચ્ચે બોક્સ-ઓફિસ પર ટક્કરથી બધાને આશ્ચર્ય થઈ રહ્યું છે.  એક ઇન્ટરવ્યૂમાં સોનમે કહ્યું હતું કે, ‘અહીંયા બધા માટે પૂરતી સ્પેસ છે. બીજા કોઈની ફિલ્મ કરતાં તો મારા ભાઈની ફિલ્મ એ જ દિવસે રિલીઝ થાય એ વધારે સારૂ છે. રિસન્ટલી હર્ષવર્ધને આ ટક્કર વિશે કહ્યું હતું કે, ‘આ બંને ફિલ્મ્સનો કન્સેપ્ટ અલગ છે. રિલીઝનો નિર્ણય ગણતરીપૂર્વકનું પગલું છે.

રિસન્ટલી હર્ષવર્ધન અને સોનમના ફાધર અનિલે જણાવ્યું હતું કે, બોક્સ-ઓફિસ પર આ ભાઈ-બહેન વચ્ચેની ટક્કરથી તેઓ ચિંતિત છે. જોકે, તેઓ કે હર્ષવર્ધન ફિલ્મની રિલીઝ નક્કી કરવામાં કોઈ હસ્તક્ષેપ કરતા નથી. તમને જણાવી દઈએ કે, ‘ભાવેશ જોશી સુપરહીરો' આ પહેલાં 25 મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં એની રિલીઝ ડેટ પાછળ ઠેલાઈ હતી. 
 Recent Story

Popular Story