With petrol crossing Rs 420 per liter in Sri Lanka, even the new government could not cope with inflation
શ્રીલંકા /
હવે કોણ બચાવશે લંકાને? પેટ્રોલ ડીઝલનાં ભડકે બળતા ભાવ, પ્રતિલિટર 400 ને પાર, નવી સરકારે પણ કંઇ ઉકાળ્યુ નહીં
Team VTV02:43 PM, 24 May 22
| Updated: 02:45 PM, 24 May 22
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં મંગળવારે પેટ્રોલના ભાવમાં 24.3% અને ડીઝલના ભાવમાં 38.4%નો વધારો કરવામાં આવ્યો હતો.
શ્રીલંકાની આર્થિક સ્થિતી એકદમ ખરાબ થઈ રહે છે
મંગળવારે પેટ્રોલમાં 24.3% અને ડીઝલમાં 38.4%નો વધારો
ભારતે 40-40 હજાર ટન પેટ્રોલ અને ડિઝલની સપ્લાઈ કરી
શ્રીલંકાની આર્થિક સ્થિતી એકદમ ખરાબ થઈ રહે છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે. મોઘવારીનો અંદાજો આ વાત પરખી લગાવી શકાય કે, અહીંયા પેટ્રોલ 420 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 400 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. શ્રીલંકન સરકારનો ખજાનો એકદમ ખાલી થઈ ગયો છે.
શ્રીલંકાન સરકારે પેટ્રોલમાં 24.3 અને ડીઝલમાં 34.4 ટકા વધારવાનો નિર્ણય
ત્યાંની નવી સરકારે મંગળવારે પેટ્રોલ અને કિંમતમાં 24.3 ટકા અને ડીઝલમાં 34.4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ 400 રૂપિયાની પાર પહોંચી જવા પામ્યા છે. શ્રીલંકાનું વિદેશી હુડિયામણ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયું છે. 19મી એપ્રિલથી સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર બે વખત વધારો કરવામાં આવ્યો છે. જ્યાં સૌથી વધુ ઓક્ટેન 92 પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે 420 રૂપિયા પર પહોંચી જવા પમ્યો છે. અને ડીઝલ 400 રૂપિયા પર પહોંચી ગયો છે.
1 K.M રિક્ષાનું ભાડું 90 રૂપિયા
પેટ્રોલ અને ડીઝલમાં આવેલા ભારે વધારાના કારણે ઓટો યુનિયને પણ ભાડામાં વધારો કર્યો છે. પહેલા 1 કિલોમીટર માટે હવે બેઝ ભાડું 90 રૂપિયા છે. ત્યારબાદ પ્રત્યેક કિલોમીટરે 80 રૂપિયા ચુકવવાનું પડશે.
મોંઘવારીનો દર 40 ટકા પર
શ્રીલંકામાં મોંઘવારીનો દર 40 ટકાની નજીક પહોંચી ગયો છે. જ્યાં ખાવા-પીવાની વસ્તુઓ ઉપલબ્ધ નથી. તેલના ભાવમાં આસમાને પર પહોંચ્યા છે. ત્રાહિમામ કરી રહેલી જનતાએ ત્યાંની રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પાસેથી રાજીનામાની માંગ કરી રહ્યાં છે. તેમના મોટાભાઈ અને દેશના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે પહેલેથી જ 9 મે પોતાના પદ પરથી રાજીનામું આપી ચુક્યાં છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 24, 2022
ભારતે 40-40 હજાર ટન પેટ્રોલ અને ડિઝલની સપ્લાઈ કરી
શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીના પગલે ભારત સરકારે ક્રેડિટ લાઈન અંતર્ગત શ્રીલંકાને 40-40 હજાર ટન ડીઝલ અને પેટ્રોલની સપલાઈ કરવામાં આવી છે. ભારતે પડોશી દેશોને ઈંધણ આયત કરવામાં મદદ કરવા માટે પાછલા મહિનાએ 50 કરોડ ડોલરની વધારાની લોનની સુવિદ્યા આપી હતી. શ્રીલંકાએ હાલના દિવસોમાં જ વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડા બાદ આયાત કરવા ચૂકવણીની સંકટ લડી રહ્યું છે.