બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હે કુદરત આ તો કેવી કરામત! ગુજરાતમાં એક તરફ જળબંબાકાર તો બીજી તરફ વરસાદ માટે જળાભિષેક
Last Updated: 10:08 PM, 20 July 2024
મહીસાગર જિલ્લામાં સારો ધોધમાર વરસાદ વરસે તેને લઈ લુણાવાડાના વેલણવાડા ગામની મહિલાઓ દ્વારા લુણાવાડા વાસિયા દરવાજા વિસ્તારમાં આવેલ પૌરાણિક ઉતરાભિમુખ દ્વારા ધરાવતા નંદકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી વરસાદ લાવવા માટે મહાદેવને રીઝવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વરસાદ નહિવત થતા ખેડૂતો ચિંતિત
મહીસાગર જિલ્લામાં ચાલુ સિઝનમાં વરસાદ નહિવત થતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે જિલ્લામાં સારો વરસાદ થાય અને સારી ખેતી થાય તે માટે મહીસાગર જિલ્લા લુણાવાડામાં આવેલ પૌરાણિક નંદકેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં આવેલ શિવલિંગને પાણીમાં ડુબાડી મહિલાઓએ વરસાદ માટે અનોખી આસ્થા દર્શાવી હતી અને લુણાવાડાના વેલણવાડા ગામની મહિલાઓ દ્વારા મહાદેવને રીઝવવા શિવલિંગ પર જળાભિષેક કરી જળમગ્ન કરાયા હતા.
ADVERTISEMENT
એક તરફ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક સ્થળે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે
ચાલુ વર્ષે હજુ સુધી મહીસાગર જિલ્લામાં સારો વરસાદ પડ્યો નથી
મહીસાગર જિલ્લામાં ચાલુ વર્ષે એવો કોઈ વરસાદી રાઉન્ડ આવ્યો નથી જેમાં ધોધમાર સારો વરસાદ વરસ્યો હોય. જિલ્લામાં અત્યાર સુધી ચાલુ સીઝનમાં નહિવત કહી શકાય તેવો સામાન્ય વરસાદ વરસ્યો છે. આજે જુલાઈ માસની 20 તારીખ થઈ ચૂકી છે ત્યાં સુધી મહીસાગર જિલ્લામાં સારો વરસાદ વરસ્યો જ નથી માત્ર 2 થી 3 વાર સામાન્ય જ વરસાદ વરસ્યો છે. તેમાં પણ ખાસ કરીને લુણાવાડા તાલુકામાં સરેરાશ કરતા ઘણો ઓછો વરસાદ નોંધાયો છે.
મહીસાગર જિલ્લામાં સારો ધોધમાર વરસાદ વરસે તેને લઈ લુણાવાડાના વેલણવાડા ગામની મહિલાઓ દ્વારા લુણાવાડા વાસિયા દરવાજા વિસ્તારમાં આવેલ પૌરાણિક ઉતરાભિમુખ દ્વારા ધરાવતા નંદકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી વરસાદ લાવવા માટે મહાદેવને રીઝવવામાં આવ્યા હતા.
શિવલિંગને જળમગ્ન કરી દીધું
મંદિર ખાતે મહિલાઓએ ધૂન બોલાવી શિવલિંગ પર જળાભિષેક કરી આખા શિવલિંગને જળમગ્ન કરી દીધું હતું. મહિલાઓ એ શિવલિંગને પાણીમાં ડુબાડી મહાદેવને રીઝવી મહીસાગર સહિત આખા પંથકમાં સારો ધોધમાર વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી હતી. અગાઉના વર્ષોમાં પણ વેલણવાડા ગામની મહિલાઓ દ્વારા જિલ્લામાં વરસાદ ન આવતા આજ રીતે આ મંદિરમાં શિવલિંગને જળમગ્ન કરવામાં આવ્યું હતું ત્યારે બાદ તેજ દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું મહિલાઓ જણાવી રહી હતી.
આ પણ વાંચોઃ વેરાવળમાં વરસાદે તાકાતનો પરચો બતાવ્યો, આસમાની આફતનો જુઓ આકાશી નજારો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
22 એપ્રિલ / આજે વિશ્વ પૃથ્વી દિવસ, પર્યાવરણના જતન માટે ભારતનું આ વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.