મન કી બાત / PM મોદી આજે 'મન કી બાત'માં દેશવાસીઓને જણાવશે નવો રોડમેપ, જાણો શું હશે સંબોધનમાં

with covid19 rising in new states pm narendra modi focus on difference-containment strategy in Mann ki Baat

આજે સવારે 11 વાગે PM મોદી 'મન કી બાત'ની મદદથી દેશવાસીઓને ફરી એકવાર સંબોધિત કરશે. આ સંબોધનમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને અને રાજ્યોમાં ખાસ પગલાં લેવા માટેની ચર્ચા કરાશે. આવનારા સમયમાં કોરોના કાબૂમાં લઈ શકાય તે માટેની રણનીતિ અંગે પીએમ મોદી રણનીતિ તૈયાર કરશે. આ માટે તેઓએ અલગ અલગ મોડલનો ઉપયોગ કર્યો છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદીએ છેલ્લી કેટલીક સમીક્ષા મિટીંગમાં દિલ્હીના મોડલને અપનાવવાનો અનુરોધ કર્યો હતો. આક્રમક ટેસ્ટિંગ અને કન્ટેનમેન્ટ ઝોન બનાવીને કોરોનાને રોકવાની રણનીતિ કારગર સાબિત થઈ શકે છે. મળતી માહિતી અનુસાર આજે પીએમ મોદી કોરોનાનો નવો રોડમેપ જણાવશે અને સાથે આવતી કાલે પ્રભાવિત રાજ્યોના સીએમ સાથે ચર્ચા કરશે.

બ્રેકિંગ ન્યૂઝ