બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / With an investment of only Rs 28 you will get a benefit of Rs 2 lakh LIC plan is the best for the middle class
MayurN
Last Updated: 04:18 PM, 10 June 2022
ADVERTISEMENT
માઈક્રો બચત વીમા પોલિસી
LICની માઈક્રો બચત વીમા પોલિસી ઓછી આવક ધરાવતા જૂથના લોકો માટે ખૂબ જ કામની છે. જેમની કમાણી ઓછી છે તેમના માટે LIC નો માઇક્રો ઇન્શ્યોરન્સ પ્લાન ઘણો ફાયદાકારક છે. તે પ્રોટેક્શન અને બચતનું એક સારું કોમ્બીનેશન છે. આ યોજના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પરિવારને માત્ર આર્થિક સહાય જ નહીં આપે, પરંતુ મેચ્યોરીટીના કિસ્સામાં લમ્પસમ રકમ પણ પ્રદાન કરશે.
50 હજાર થી 2 લાખ સુધીનું વીમા કવર
માઇક્રો બચત નામના આ રેગ્યુલર પ્રીમિયમ પ્લાનમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. આ વીમા પ્લાનમાં તમને 50 હજાર રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે. આ નોન-લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ અંતર્ગત પોલિસીમાં લોયલ્ટીનો લાભ પણ મળશે. જો કોઈએ 3 વર્ષ માટે પ્રીમિયમ ભર્યું છે, તો તેને માઇક્રો સેવિંગ્સ પ્લાનમાં લોનની સુવિધા પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
ફક્ત 18 થી 55 વર્ષની ઉમ્રના લોકો માટે
આ વીમો ફક્ત 18 થી 55 વર્ષની ઉમ્રના લોકોને જ મળશે. જો કે, કોઈ મેડીકલ તપાસની જરૂર રહેશે નહીં. સાથે જ જો સતત 3 વર્ષ સુધી પ્રીમિયમની ચૂકવણી કરો અને પછી 6 મહિના સુધી પ્રીમિયમ ન ચૂકવાય તો પણ વીમાની સુવિધા ચાલુ રહેશે. તેમજ જો પોલિસી ધારક 5 વર્ષ માટે આ પ્રીમિયમ ભરશે તો તેને 2 વર્ષનું ઓટો કવર મળશે.
પોલિસી ટર્મના આટલા વર્ષ
LICના માઈક્રો બચત ઈન્સ્યોરન્સ પ્લાનની પોલિસી ટર્મ 10થી 15 વર્ષની રહેશે. આ પ્લાનમાં તમે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક આધાર પર પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો. આમાં તમને એલઆઇસીના એક્સીડેન્ટલ રાઇડર એડ કરવાની સુવિધા પણ મળશે. જો કે તેનું પ્રીમિયમ અલગથી ચૂકવવું પડશે.
ADVERTISEMENT
માત્ર 28 રૂપિયામાં પ્લાન
આ પ્લાન હેઠળ 18 વર્ષની ઉંમરની વ્યક્તિ 15 વર્ષનો પ્લાન લે છે તો તેને પ્રતિ હજારે 51.5 રૂપિયાનું પ્રીમિયમ આપવું પડશે. વળી, 25 વર્ષના ઉમ્ર વાળાએ આ જ સમયગાળા માટે 51.60 રૂપિયા અને 35 વર્ષના એ આ જ સમયગાળા માટે 52.20 રૂપિયા પ્રતિ હજાર રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. જો કોઈ 35 વર્ષીનો વ્યક્તિ 1 લાખ રૂપિયાની વીમા રકમ સાથે 15 વર્ષની પોલિસી લે છે, તો તેનું વાર્ષિક પ્રીમિયમ 5116 રૂપિયા થશે. હાલની પોલિસીમાં તમને 70 ટકા સુધીની લોન મળશે. સાથે જ ચૂકવેલ પોલિસીમાં 60 ટકા સુધીની રકમ લોન માટે મળવાપાત્ર રહેશે. જો તમને ખરીદી કર્યા પછી આ વીમો પસંદ ન હોય તો તમે 15 દિવસની અંદર પ્લાન સરેન્ડર કરી શકો છો.
હિસાબ સમજો
જો કોઈ વ્યક્તિ 35 વર્ષની ઉંમરે આગામી 15 વર્ષ માટે આ પોલિસી લીધી હોય તો તેણે વાર્ષિક 52.20 રૂપિયા (1000 રૂપિયા રૂપિયા વિમાની રાશી ઉપર) નું પ્રીમિયમ જમા કરવુ પડશે. તેવી જ રીતે જો કોઈ 2 લાખ રૂપિયાની વીમા રકમ લે છે તો તેને વાર્ષિક 10,300 રૂપિયા જમા કરાવવા પડશે. આ રકમ દરરોજ 28 રૂપિયા અને દર મહિને 840 રૂપિયાના પ્રીમિયમ તરીકે જમા કરવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.