બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / with 2 wives and 4 kids egyptian singer proposed urvashi rautela for marriage
Arohi
Last Updated: 01:02 PM, 10 August 2022
ADVERTISEMENT
બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. ઉર્વશી માટે ફેન્સની દિવાનગી જોવા લાયક છે. હવે એક્ટ્રેસે પોતાના નવા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેને ઘણા મેરેજ પ્રપોઝલ્સ મળી રહ્યા છે. તે સમયે ઉર્વશીએ એક એવા પ્રપોઝલ વિશે જણાવ્યું કે જેના વિશે સાંભળીને તમે પણ શોક્ડ રહી જશો.
ઉર્વશીને મળી હતી લગ્નની આવી ઓફર
ઉર્વશી રૌતેલાને જ્યારે ઈન્ટરવ્યૂમાં પુછવામાં આવ્યું કે તેને ક્યારેય અજીબોગરીબ પ્રપોઝલ મળ્યું છે? તેના પર તેણે જવાબ આપ્યો. તેને એક વખતે ઈજિપ્તના સિંગરે પ્રપોઝ કર્યું હતું. ઉર્વશીએ કહ્યું કલ્ચરલ ડિફ્રેન્સના કારણે સિંગરને તેને ના કહેવું પડ્યું. ઉર્વશીએ જણાવ્યું કે તે સિંગર પહેલાથી જ મેરિડ હતો અને તેમની બે પત્નીઓ અને ચાર બાળકો છે.
ADVERTISEMENT
એક ઈન્ટરવ્યૂમાં ઉર્વશીએ કહ્યું- હું ઘણા બધા પ્રપોઝલ્સ સાથે ડીલ કરી ચુકી છું. પરંતુ એક પ્રપોઝલ એવા શખ્સ પાસેથી મળ્યું જેમાં મને ખૂબ વધારે કલ્ચરલ ડિફ્રેંસ લાગ્યો હતો. એક વ્યક્તિએ પોતાના પરિવાર વિશે પણ વિચારવાનું હોય છે. ખાસ કરીને મહિલાઓને આ વિશે વિચારવું પડે છે. પરંતુ આ સરળ નથી.
ઉર્વશીએ કેમ કર્યો ઈનકાર?
ઈન્ટરવ્યૂમાં ઉર્વશીને પુછવામાં આવ્યું કે શું તે સિંગર ઈજિપ્તનો છે જેને તે દુબઈમાં મળી હતી. તેના પર ઉર્વશીએ કહ્યું- હાં, પરંતુ તેની પહેલાથી જ 2 પત્નીઓ અને ચાર બાળકો છે. એવામાં કોઈ નિર્ણય લેવા માંગતી ન હતી. મને દૂર જઈને રહેવું પડે અથવા તેમને અહીં આવીને રહેવું પડત. ઉર્વશીએ તો સિંગરના નામ વિશે ખુલાસો નથી કર્યો. પરંતુ એક ફેને તેના ઈન્ટરવ્યૂ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું- “Mohamed Ramadan.”
હકીકતે ઉર્વશી રૌતેલાએ ઈજિપ્તના એક્ટર-સિંગર Mohamed Ramadanની સાથે મ્યુઝિક વીડિયો Versace Babyથી પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. વીડિયો 2021માં રિલીઝ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.