બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Wish India possessed Rafale jets during Balakot airstrike Rajnath Singh

નિવેદન / રાજનાથ સિંહ બોલ્યાં, જો બાલાકોટ ઍર સ્ટ્રાઇક વખતે ભારત પાસે રાફેલ હોત ને તો...

Divyesh

Last Updated: 09:10 AM, 15 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષામંત્રી રાજનાથસિંહે સોમવારે કહ્યું હતું કે જો ભારત પાસે પહેલા રાફેલ વિમાન હોત તો ભારતીય વાયુસેનાને આતંકી કેમ્પને નિશાન બનાવવા માટે પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસવાની જરૂર ન પડી હોત. મુંબઇના ઠાણે જિલ્લામાં એક રેલીને સંબોધન કરતાં રાજનાથ સિંહે ફ્રાંસમાં મળેલા પહેલા રાફેલ વિમાનની પૂજા કરવાનો બચાવ કર્યો હતો.

  • રાફેલ વિમાન માત્ર આત્મરક્ષણ માટે છે હુમલા માટે નથી
  • રાફેલની પુજા કરીને આપણે ધર્મઅનુસાર આચરણ કર્યું છે
  • ઇસાઇ, શિખ, મુસ્લિમ વગેરે અન્ય સમુદાય વિભિન્ન શબ્દો સાથે પૂજા કરતાં હોય છે

રાફેલ વિમાનને લઇ રાજનાથસિંહે આપ્યું આ નિવેદન

રાજનાથસિંહે રેલીને સંબોધતા કહ્યું કે જો આપણી પાસે પહેલા રાફેલ વિમાન હોત તો  બાલાકોટમાં પ્રવેશ કરી હુમલો કરવાની જરૂરિયાત ન રહી હોત. આપણે ભારતમાં બેઠા-બેઠા બાલકોટ પર હુમલો કરી શક્યાં હોત. રાજનાથસિંહે કહ્યું રાફેલ વિમાન માત્ર આત્મરક્ષણ માટે છે હુમલા માટે નથી. 

શસ્ત્રપૂજાના વિવાદને લઇને રાજનાથસિંહે કહી આ વાત

રાફેલ વિમાનની પુજાને લઇને થયેલા વિવાદ પર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે મે વિમાન ઉપર 'ઓમ' લખ્યું , એક નારિયેળ (પરંપરા મુજબ) ફોડ્યું. 'ઓમ' ક્યારે પણ  પુરુ નહી થનારા બ્રહ્માંડને દર્શાવે છે. પુજા કરીને આપણે ધર્મઅનુસાર આચરણ કર્યું છે. ઇસાઇ, શિખ, મુસ્લિમ વગેરે અન્ય સમુદાય વિભિન્ન શબ્દો સાથે પૂજા કરતાં હોય છે. જ્યારે તેઓ પુજા કરી રહ્યાં હતા ત્યારે મુસ્લિમ, શીખ, ઇસાઇ, બૌદ્ધ વગેરે સમુદાયના લોકો પણ ઉપસ્થિત હતાં. 

રાજનાથસિંહે પાકિસ્તાનને આપી હતી ચેતવણી

રક્ષામંત્રી રાજનાથસિંહે રવિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરને ભૂલી જાય અને આતંકવાદ સામે ઇમાનદારીથી લડાઇ લડે. આ સાથે ચેતવણી આપતાં કહ્યું કે જો કે આ જ વલણ રાખે તો કોઇપણ તાકાત તેને તુટવાથી રોકી નહીં શકે. જો પાકિસ્તાન આતંકવાદ સામેની લડાઇમાં ભારતનો સહકાર ઇચ્છશે તો જરૂરથી મદદ કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Rafale deal Rajnath Singh balakot Air Strike બાલાકોટ એર સ્ટ્રાઇક મહારાષ્ટ્ર રાજનાથસિંહ રાફેલ વિમાન Rajnath Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ