બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં ગરમ પાણીથી ન્હાવાની ટેવ હોય ચેતજો, 3 નુકસાન સુસ્તીભર્યા
Last Updated: 11:09 PM, 4 November 2024
શિયાળામાં નહાવું કોઈ યુદ્ધથી ઓછું નથી. માણસ ઠંડા પાણીથી નહાવાનું વિચારીને જ ધ્રુજી ઉઠે છે. આ કારણે વધુ પડતાં લોકો શિયાળામાં નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કારતા હોય છે. ઘણા લોકોની ટેવ હોય છે કે તે ખૂબ ગરમ પાણીથી જ નહાય છે. એવામાં જો તમે પણ શિયાળામાં ગરમ પાણીથી નહાઓ છો તો અમુક ચીજોનું ખાસ ધ્યાન રાખવું. જો તમે ધ્યાન ન રાખ્યું તો ગરમ પાણીથી નહાવાથી નુકસાન થશે.
ADVERTISEMENT
એક્સપર્ટ્સ અનુસાર જો તમે શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી નહાવો છો તો આ બિલકુલ સારું નથી. પરંતુ લાંબા સમય સુધી ગરમ પાણીથી નહાવું આપણી બોડી અને મગજ પર ખરાબ અસર કરે છે.
ADVERTISEMENT
વધારે ગરમ પાણી કેરાટિન નામના સ્કિન સેલ્સને ડેમેજ કરે છે. જેનાથી ત્વચામાં ખંજવાળ, ડ્રાયનેસ અને રેશીસની સમસ્યા વધી જાય છે. એટલા માટે સલાહ આપવામાં આવે છે કે હંમેશા શિયાળામાં હળવા ગરમ પાણીથી નહાવું જોઈએ.
એક્સપર્ટનું માનીએ તો ગરમ પાણીથી નાહ્યા બાદ શરીરમાં સુસ્તી પણ બની શકે છે. કારણ કે ગરમ પાણીથી સ્નાન કર્યા બાદ શરીર રિલેક્સ મોડમાં આવી જાય છે અને ઊંઘ આવે છે. જેથી તમે દિવસભર ઉર્જા વગરનું શરીર મહેસુસ કરી શકો છો.
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ગરમ પાણીથી નહાવાથી વાળને સૌથી વધુ નુકસાન થઈ શકે છે. ગરમ પાણી વાળને ડેમેજ કરી શકે છે. હકીકતમાં ગરમ પાણીથી વાળમાં ભેજ ઘટી જાય છે, જેના કારણે વાળ બેજાન થવા લાગે છે.
ખૂબ વધારે કપડાં
શિયાળાની ઋતુમાં ઘણા લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે જેકેટ પર જેકેટ પહેરતા હોય છે. આમ ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી બોડી ઓવરહીટિંગનો શિકાર થઈ શકે છે. હકીકતે ઠંડી લાગવાના કારણે આપણું ઈમ્યૂન સિસ્ટમ વ્હાઈટ બ્લડ સેલ્સ પ્રોડ્યુસ કરે છે. જે ઈન્ફેક્શન અને બિમારીઓથી આપણી રક્ષા કરે છે. ત્યારે બોડીના ઓવરહીટ થવા પર ઈમ્યુન કામ નથી કરી શકતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.