બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / ચાલુ મેચમાં ઘૂસી ગયું શિયાળીયું, ખેલાડીઓ પણ ગભરાઈ ગયા, જુઓ પછી શું થયું?

વાયરલ વીડિયો / ચાલુ મેચમાં ઘૂસી ગયું શિયાળીયું, ખેલાડીઓ પણ ગભરાઈ ગયા, જુઓ પછી શું થયું?

Last Updated: 08:23 PM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટેનની વાઈટૈલિટી T-20 બ્લાસ્ટ ટુર્નામેન્ટની ચાલુ મેચમાં શિયાળ ઘુસી ગયું હતું. આ રોમાંચક મેચમાં શિયાળ ગ્રાઉન્ડમાં ઘુસી જતા દર્શકો પણ થોડીવાર માટે રોમાંચિત થઈ ગયા હતા.

લાઇવ ક્રિકેટ મેચ દરમિયાન એક શિયાળ ગ્રાઉન્ડમાં ઘુસી જતા હડકંપ મચી ગયો હતો.  આ ઘટના બ્રિટનમાં રમાઇ રહેલી વાઈટૈલિટી T-20 બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં બની હતી. શિયાળનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો : BSNLનો જબરદસ્ત રિચાર્જ પ્લાન, સસ્તા ભાવમાં મળશે 320 GB ડેટા સાથે 5 મહિનાની વેલિડિટી

લંડનમાં હેમ્પશાયર અને સરે વચ્ચે જ્યારે મુકાબલો ચાલી રહ્યો હતો તે વખતે અચાનક એક શિયાળ ગ્રાઉન્ડમાં ઘુસી ગયું હતું. પરંતુ આ દરમિયાન એક સારી વાત એ રહી કે, તેને ગ્રાઉન્ડમાંથી કાઢવા કોઈ વ્યક્તિની જરૂર નહતી પડી.  શિયાળ દોડીને પોતાની રીતે જ ગ્રાઉન્ડમાંથી બહાર નિકળી ગયું હતું. દર્શકો પણ આ જોઈને થોડી વાર માટે દંગ રહી ગયા.

હવે જ્યારે આ વીડિયો વાયરલ થયો છે, ત્યારે તેની પર વિવિધ પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, "બિલકુલ ફિલ્મ જેવી એન્ટ્રી છે." તો બીજા એકે લખ્યું કે, "શિયાળ જ માણસોથી ડરી ગયું છે." અન્યએ લખ્યું કે, "એવું લાગે છે કે શિયાળ અમુક રન બનાવા માંગે છે."તો કેટલાકે fox નેટવર્ક પર મજાક કરતા લખ્યું હતું કે, "Fox news આ તમે છો?"

PROMOTIONAL 4

ઉલ્લેખનીય છે કે, સરે અને હેમ્પશાયર વચ્ચેની આ મેચમાં હેમ્પશાયરે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સરેની ટીમે આ ટારગેટ પાંચ બોલ બાકી હતા ત્યારે જ ચેજ કરી નાખ્યો હતો. સરેની ટીમનાં સેમ કરને આ મેચમાં સદી મારી હતી. તેને 58 બોલમાં 102 રન કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Vitality Blast Surrey Hampshire Hawks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ