Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ગોડાઉન / શ્યામલ સર્કલ નજીક બંગલામાંથી દારૂ પકડાયો, બેની ધરપકડ

શ્યામલ સર્કલ નજીક બંગલામાંથી દારૂ પકડાયો, બેની ધરપકડ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આજે વહેલી સવારે શહેરના પોશ વિસ્તાર ગણાતા શ્યામલ સર્કલ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક બંગલોમાં દરોડા પાડીને ૬.૮૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં દારૂની રેલમછેલ થઇ રહી છે. બુટલેગરો પોલીસના ડર વગર બેખૌફ થઇને બિન્દાસ પરપ્રાંતથી દારૂ લાવીને ઊંચા ભાવે તેનું વેચાણ કરી રહ્યા છે. આજે વહેલી સવારે શહેરના પોશ વિસ્તાર ગણાતા શ્યામલ સર્કલ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક બંગલોમાં દરોડા પાડીને ૬.૮૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે સેટેલાઇટ જેવા પોશ વિસ્તારમાં આવેલ શ્યામલ સર્કલ પાસેના બીજલ બંગલોઝના એક મકાનમાં દારૂનો વિશાળ પ્રમાણમાં જથ્થો પડ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બીજલ બંગલોઝના એક મકાનમાં આજે સવારે દરોડા પાડ્યા હતા અને બિયર તેમજ વિદેશી દારૂની ૧૧૦ પેટીનો જથ્થો જપ્ત કર્યો હતો.

ઘટનાની જાણ સેટેલાઇટ પોલીસને થતાં તે પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે આટલા વિશાળ પ્રમાણમાંં દારૂનો જથ્થો મળી આવતાં સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. બીજલ બંગલોઝમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરેલી રેડમાં બુટલેગર સચીન ઠાકર અને ધવલ રાડિયાની ધરપકડ કરી છે. પોલીસ સચીન અને ધવલ પાસેથી એક કાર તેમજ અન્ય એક કાર અને એક્ટિવા જપ્ત કર્યું છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી.ઝાલાએ જણાવ્યું છેકે સચીન ઇસનપુરમાં પરિવાર સાથે રહે છે અને પરિવારની જાણ બહાર દારૂનો ધંધો કરે છે. સચીન વિરુદ્ધમાં પ્રાંતિજ, મોડાસા અને બગોદરામાં દારૂના કેસમાં ઝડપાયો છે. 

સચીનના પરિવારને જાણ થાય નહીં તે માટે તેને શ્યામલ સર્કલ પાસે આવેલ બીજલ બંગલોઝમાં બંગલો ભાડે રાખ્યો હતો અને તેમાં દારૂનું ગોડાઉન બનાવ્યું હતું. સચીન અને ધવલ બન્ને જણા રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં જઇને દારૂની પેટીઓ યેનકેન રીતે લાવતા હતા અને આ બંગલામાં ઊતારતા હતા. સચીન તેમજ ધવલને જે રીતે દારૂનો ઓર્ડર મળતો હતો તે ડિલિવરી એક્ટિવા પર કરતા હતા. પોલીસનું માનીએતો અંદાજિત રોજની ત્રણથી ચાર પેટી દારૂનું વેચાણ બન્ને જણા કરતા હતા. આ સિવાય કોઇને હોલસેલ પણ દારૂની પેટીઓ આપતા હતા. પોલીસે બન્ને જણાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીજલ બંગલોઝમાં રાત્રે રહીશો સુઇ જતા હતા ત્યારે બન્ને જણા દારૂ લાવતા હતા. પોલીસ બીજલ બંગલોઝના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરીને તપાસ શરૂ છે. 

ઉલ્લેખનીય છેકે રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે અત્યાર સુધી રાજ્યમાં  છ કરોડ કરતાં વધુનો દારૂ પકડાઇ ચૂક્યો છે અને રૂ. ત્રણ કરોડ કરતાં વધુની રોકડ રકમ જપ્ત કરાઇ છે. ઇલેક્શન કમિશને ફરિયાદો માટે જે એપ લોન્ચ કરી છે તેમાં ૪૨૦ કરતાં વધુની ફરિયાદો મળી ચૂકી છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ થોડાક દિવસ પહેલાં પ્રેસને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યમાં આચાર સંહિતાનો અમલ શરૂ થયા પછી રૂ. છ કરોડથી વધુનો દારૂ પકડાયો છે અને રૂ. ત્રણ કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. સૌથી વધુ રૂ ૧ કરોડ ૬૩ લાખ અમદાવાદમાંથી, ૯૩ લાખ વલસાડથી અને રૂ. ૪૪ લાખ સુરતથી પકડાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વખતે પ્રથમ વખત લોન્ચ કરાયેલી એપ સી વિજિલમાં આજ દિન સુધી ૪૨૦ ફરિયાદો મળી હતી. જેમાંથી ૧૦૬ જેટલી ફરિયાદો શંકાસ્પદ હોવાથી રદ કરાઇ તથા ૩૦૩ જેટલી ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સી વિજિલ નામની એપમાં વીડિયો, ફોટો કે લખાણમાં ફરિયાદ કરી શકાય છે. જે પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. 
caught bunglow liquor shyamal circle

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ