બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / વિશ્વ / તમારા કામનું / જાપાનની અનોખી પરંપરા, જ્યાં વાઈન ભરેલા પૂલમાં ધૂબાકા મારે છે પ્રવાસીઓ, જાણો શું છે રેડ વાઈન બાથ?
Nidhi Panchal
Last Updated: 06:12 PM, 5 November 2024
સાથે જ, જાપાનની જુદી જુદી માન્યતાઓ કે પરંપરાઓ વિશેના વીડિયો જોયા હશે કે તેના વિશે વાંચ્યું હશે. આમ તો, જાપાન બધી જ રીતે અજોડ છે. બીજા વિશ્વયુદ્ધમાં થયેલા પરમાણું હુમલા બાદ જાપાન જે રીતે બેઠું થયું, તે વાત જ પ્રેરણાત્મક છે. રોબોટિક્સ હોય કે ઈલેક્ટ્રોનિક્સ, બધી જ બાબતોમાં જાપાનનો જોટો જડે એમ નથી.
ADVERTISEMENT
જાપાનનો સાંસ્કૃતિક વારસો પણ પ્રવાસીઓ માટે ખૂબ જ ઈન્ટ્રેસ્ટિંગ છે. એમાંય એક પરંપરા તો એવી છે, જે કેટલાક લોકોને ખાસ ગમશે. જાપાનની આ પરંપરા વાઈન સાથે જોડાયેલી છે. દારૂના રસિયાઓને તો આ બાબત જાણીને ખાસ મજા આવશે. આપણે ગુજરાતમાં તો દારુબંધી છે, પણ તમે રતનપુર બોર્ડર જાવ કે પછી દમણ, તરત જ તમને આલ્કોહોલની શોપ્સ જોવા મળશે. મારા તો એવા મિત્રો પણ છે, જે પીવાના એટલા શોખીન છે કે મજાક મજાકમાં બોલતા હોય છે, આજે તો દારૂમાં નાહીશું. જો તમારા પણ આવા મિત્રો છે, તો તેમને જાપાનની આ પરંપરા વિશે જરૂર કહેજો. જાપાનની એક પરંપરા છે, રેડ વાઈન બાથની. જેના વીડિયોઝ તમે સોશિયલ મીડિયા તરીકે જોયા હશે. આ પરંપરા રેડ વાઈન પૂલ તરીકે પણ ઓળખાય છે. જાપાન આવતા વિદેશીઓ માટે પણ આ મોટું આકર્ષણ છે.
ADVERTISEMENT
જાપાનમાં તમને લગભગ દરેક શહેરમાં વાઈન બાથ ઓફર કરતા રિસોર્ટ, હોટેલ્સ મળી જશે. જેમાં મોટાભાગે કિંમત મોટા માટે 4,100 યેન અને નાના બાળકો માટે 2100 યેન અનુક્રમે ભારતીય રૂપિયામાં 2,265 રૂપિયા તો બાળકો માટે 1,160 રૂપિયા થાય છે. એટલે કે આટલા રૂપિયા આપીને તમે વાઈન ભરેલા હોજમાં બિંદાસ ધૂબાકા મારી શકો છો. માત્ર વાઈન બાથ જ નહીં, હવે તો જાપાનના હોકોન શહેરમાં આવેલા Hakone Kowakien Yunessun રિસોર્ટમાં તો ગ્રીન ટી બાથ, કોફી બાથ પણ અવેલેબલ છે. એટલે સુધી કે જાપાનમાં હવે નૂડલ્સ બાથ પણ આવી ગયા છે, જ્યાં તમે નૂડલ્સમાં નાહીને નૂડલ્સનો સ્વાદ પણ માણી શકો છો. જો ગુજરાતીઓ હોય અને જાપાન જાય, તો તેમના માટે ખાસ ટી બાથ પણ બનાવવામાં આવ્યા છે. એટલે કે ચા થી ભરેલા સ્વિમિંગ પૂલમાં એયને મજાથી નહાવ. ચા પીવી હોય તો પીવો અને નહાવું હોય તો નહાવ. ના ના, મજાક છે. વાઈન બાથથી લઈને ટી બાથમાં માત્ર નામની જ વાઈન કે ટી નાખવામાં આવે છે.
એક્ચ્યુઅલી જાપાનમાં રેડ વાઈન સૌથી મોંઘી આલ્કોહોલિક ડ્રિંક મનાય છે. પરંતુ જ્યારે વાઈન બાથની વાત આવે, ત્યારે સ્વિમિંગ પૂલમાં 90 ટકા પાણી હોય છે, અને માત્ર 10 ટકા જ વાઈન નાખવામાં આવે છે. જાપાન નેશનલ ટુરિઝમના રિપોર્ટ પ્રમાણે દરેક વાઈન બાથ પુલમાં 3.6-મીટર-ઉંચી વાઇનની બોટલ હોય છે, જેમાં એક ખાસ વાઇન શો છે જ્યાં સ્ટાફના સભ્યો મુલાકાતીઓ પર વાઇન સ્પ્રે કરે છે. આ વાઇન બાથ તેના વાઇબ્રન્ટ દ્રાક્ષ રંગ અને સુગંધથી મહેકતો હોય છે.
જાપાનના મુલાકાતીઓ આ અનોખા બાથને મજા માણતા હોઇ છે. તમે કદાચ ઉત્સુક હશો કે શું આ બાથ માત્ર આનંદ માટે છે કે પછી તેનું કોઈ ઊંડું મહત્વ છે. તો તમને જણાવી દઇએ કે વાઇન બાથની શરૂઆત જાપાનમાં Beaujolais Nouveau Dayની ઉજવણી તરીકે થઈ હતી, જે મૂળ તો ફ્રાન્સની પરંપરા છે. ફ્રાન્સમાં આ દિવસની ઉજવણીના દિવસે જાહેર રજા હોય છે અને સ્થાનિક લોકો વાઈન બાથની મજા લેતા હોય છે. જો કે, ધીરે ધીરે ફ્રાન્સમાંથી આ પ્રથા જાપાન પહોંચી અને જાપાનનું વાઈન બાથ હવે વર્લ્ડ ફેમસ થઈ ચૂક્યુ છે. દર વર્ષે, કાનાગાવા, જાપાનમાં Hakone Kowakien Yunessun, આ ઇવેન્ટનું આયોજન કરે છે, જે Beaujolais Nouveau વાઇનથી ભરેલા પૂલમાં બાથ લેતા હોય છે. આ ઉજવણી નવેમ્બરના ત્રીજા ગુરુવારે થાય છે.
જાપાનના લોકો માને છે કે દર વર્ષે ખાસ બાથ કરવાથી તમારું મન શાંત થાય છે અને તમારા શરીરને ઓછો થાક લાગે છે. આ સ્નાન તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રહેવામાં પણ મદદ કરે છે. આપણા વ્યસ્ત જીવનમાં, આપણા મનમાં શાંતિ અનુભવવી ખરેખર મહત્વપૂર્ણ છે, અને આ બાથ તેમાં પણ મદદ કરી શકે છે. તે તમારા શરીરના તમામ ભાગોને મજબૂત અને માનસિક તણાવ દૂર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.