બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સુઝલોન એનર્જીના ભાવમાં થશે 40%થી વધુનો વધારો! અત્યારે દાવ લગાવશો તો ફાયદો જ ફાયદો

શેરબજાર / સુઝલોન એનર્જીના ભાવમાં થશે 40%થી વધુનો વધારો! અત્યારે દાવ લગાવશો તો ફાયદો જ ફાયદો

Last Updated: 05:37 PM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wind Energy Share: જો તમે કોઈ અનર્જી શેર પર દાવ લગાવવાનું વિચારી રહ્યા છો તો તમે સુજલોન એનર્જી લિમિટેડ અને આઈનોક્સ વિંડ લિમિટેડના શેર પર નજર કરી શકો છો.

જો તમે કોઈ એનર્જી શેર પર દાવ લગાવવાનું વિચારી રહ્યા છો તો તમે સુજલોન એનર્જી લિમિટેડ અને આઈનોક્સ વિંડ લિમિટેડના શેર પર નજર કરી શકો છો. એક રિપોર્ટ અનુસાર સુજલોન એનર્જી લિમિટેડ અને આઈનોક્સ વિંડ લિમિટેડના શેર હાલના સ્તરથી 43% સુધી વધી શકે છે. નુવામાના અનુસાર નાણાકીય વર્ષ 2030 સુધી વિંડ એનર્જીની માંગમાં જબરદસ્ત તેજી જોવા મળી શકે છે.

share-market

શું છે ટાર્ગેટ પ્રાઈસ?

નુવામાએ સુજલોન પર બાય રેટિંગ આપી છે અને 53ના ટાર્ગેટ પ્રાઈસની સાથે કવરેજ શરૂ કર્યું. તેનો મતલબ છે કે મંગળવારે બંધ પ્રાઈઝ 43.96થી 20 ટકાના સંભવિત વધારાથી થઈ શકે છે. આજે બુધવારે સુજલોન એનર્જીના શેરમાં 4%થી વધારે તેજી જોવા મળી રહી છે અને આ શેર ઈંટ્રા ડેમાં 45.95 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.

નુવામાએ આઈનોક્સ વિંડ પર બાય રેટિંગ અને 193ના ટાર્ગેટ પ્રાઈસની સાથે કવરેજ પણ શરૂ કર્યું છે. એટલે કે તેમાં 43 ટકાની તેજી આવી શકે છે. જણાવી દઈએ કે આજે આઈનોક્સ વિંડના શેરમાં ઘટાડો થયો છે અને તે 134.15ના ઈન્ટ્રા ડે લો પર પહોંચી ગયો હતો.

share

વધુ વાંચો: વૃષભ રાશિમાં બનશે ચર્તુગ્રહી યોગ, આ શુભ યોગથી 3 રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે

સુજલોન પર બ્રોકરેજનો મત

જણાવી દઈએ કે પવન ટરબાઈન જેનરેટર બજારમાં સુજલોન 30ટકાની નજીક બજાર ભાગીદારીની સાથે બજારમાં પ્રમુખ છે. આ ભારતમાં ફક્ત બે પવન ઈપીસી યુનિટમાંથી એક છે. બ્રોકરેજે એમ કહ્યું કે સુજલોન વિંડ ટર્બાઈન જનરેટરમાં પોતાના બજાર નેતૃત્વને બનાવી રાખવા માટે સક્ષમ છે. તેનાથી તેના ઓર્ડર બુક અને નફો નાણાકીય વર્ષ 2024થી 2027 વખતે ક્રમશઃ 21 ટકા અને 61 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી વધી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Wind Energy Share સુઝલોન એનર્જી Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ