બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Willing to fight 2024 Lok Sabha polls from Himachal's Mandi, says Kangana Ranaut

નિવેદન / 'મારા પિતા સવાર સાંજ મોદી-યોગી બોલ્યાં કરે છે', રાજનીતિમાં ઉતરવાનો કંગનાનો સંકેત, આપ્યું મોટું નિવેદન

Hiralal

Last Updated: 05:11 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં જોડાવવાના સંકેત આપ્યો છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ આવું જણાવ્યું છે.

  • કંગના રનૌતે રાજનીતિમાં ઉતરવાનો સંકેત આપ્યો
  • કહ્યું મારુ સૌભાગ્ય હશે હિમાચલના લોકો સેવા કરવાની તક આપે તો
  • મારા પિતા સવાર સાંજ મોદી-યોગી બોલ્યાં કરે છે 
  • જનહિતમાં યોગદાન આપવા તૈયાર છું
  • એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ આવું કહ્યું 

ભાજપ અને મોદી સરકારને ગમાડતી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હવે તેના દિલની વાત કહી દીધી છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેણે જે કંઈ પણ કહ્યું તેનાથી સ્પસ્ટ સંકેત મળી રહ્યાં છે કે રાજનીતિમાં આવવા તૈયાર છે અને ભાજપની ટિકિટ પર હિમાચલ વિધાનસભાની ચૂંટણી પણ લડવા માગે છે. 

રાહુલ અને મોદી વચ્ચે કોઈ હરીફાઈ નથી 
ચેનલના કાર્યક્રમમાં પહોંચેલી કંગના રનૌતે કહ્યું હતું કે, તે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં જોડાવા તૈયાર છે. કંગનાએ વાતચીતમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા તો તેમણે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો. "રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ હરીફાઈ નથી. તેમની સરખામણી પણ ન કરવી જોઈએ. અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કંગના કહે છે, "હિમાચલના લોકોને મફત વીજળી જોઈતી નથી. અહીંના લોકો પોતાની વીજળી જાતે જ બનાવે છે.

પીએમ મોદી જેવા મહાન વ્યક્તિ ઇતિહાસમાં એક જ વાર આવે છે- કંગના
કંગનાએ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી જેવા મહાન વ્યક્તિ ઇતિહાસમાં એક જ વાર આવે છે. રાજકારણમાં જોડાવાના સવાલ પર અભિનેત્રીએ કહ્યું, "જે પ્રકારની પરિસ્થિતિ છે, સરકાર ઇચ્છે છે કે હું તેમાં ભાગ લઉં, હું તે કરીશ અને હું મારી ભાગીદારી માટે તૈયાર છું. કંગનાએ વધુમાં કહ્યું કે મેં કહ્યું તેમ, હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાની તક આપે તો તે મારુ સૌભાગ્ય ગણાશે. 

પિતા સવાર સાંજ મોદી-યોગી બોલ્યા કરે છે
કંગનાએ મોદી અને યોગીના પણ વખાણ કર્યાં હતા. તેણે કહ્યું કે 2014માં મોદીજીના આવ્યા બાદ મારા પરિવારમાં અચાનક બદલાવ આવ્યો હતો. મારા પિતાએ મને પહેલા મોદીજી વિશે કહ્યું હતું અને 2014 માં અમે સત્તાવાર રીતે ભાજપમાં રૂપાંતરિત થયા હતા. કંગના કહે છે, 'હવે મારા પિતા સવારે ઉઠતાની સાથે જ જય મોદીજી અને સાંજે સૂતા સમયે જય યોગીજી કહે છે. 

દુનિયા ભારતને વિશ્વ ગુરુ માની રહી છે 
પીએમ મોદીના વખાણ કરતાં કંગનાએ કહ્યું કે, "તે ખૂબ જ અપ્રોચેબલ છે. તેઓ ખેડૂતો અને વ્યવસાયની વાતો કરે છે. તે દરેક મનુષ્ય સાથે જોડાણ ધરાવે છે તમે કોઈને પણ પૂછો, તે કહેશે કે મોદીજી મારા છે. તેમણે ગુજરાતની કાયાપલટ કરી નાખી. આખું જગત આજે આપણને વિશ્વગુરુ માની રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CM Yogi Kangana Ranaut PM modi kangana ranaut in politics કંગના રનૌત કંગના રનૌત ન્યૂઝ પીએમ મોદી સીએમ યોગી Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ