બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Olympics 2024 / શું વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? અપીલ પર 3 કલાક ચાલેલી સુનાવણી પૂર્ણ, આજે ફેંસલો
Last Updated: 08:16 AM, 10 August 2024
વિનેશ ફોગાટની કોર્ટ ઓફ ઓબ્રિટ્રેશન ફોર સ્પોર્ટ્સ કેસ એડહોક ડિવીઝનમાં અપીલની સુનવાઇ પૂર્ણ થઇ ગઇ છે. આ સુનવાઇ પૂરા 3 કલાક ચાલી હતી. ભારતીય રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ પહેલા ડિસ્કોલીફાય કરવામાં આવી હતી. જેને આ બાબતેની અપીલ કરી હતી. ફાઇનલ પહેલા તેમનું વજન 50 કિલો કરતા 100 ગ્રામ વધારે હતુ. જેને લઇ તેમને ડિસ્કોલીફાય કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને આશા છે કે નિર્ણય વિનેશના પક્ષમાં આવશે. IOAએ એક નિવેદનમાં કહ્યું કે, 'ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને આશા છે કે વિનેશ ફોગાટની અપીલનો સકારાત્મક ઉકેલ આવશે.' વિનેશની જગ્યાએ ફાઈનલ.
ADVERTISEMENT
ઘટના વિચારવા જેવી છે
વિનેશે તેની અપીલમાં લોપેઝ સાથે જોઇન્ટ સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. વિનેશનું કહેવું છે કે મંગળવારે થયેલ મેચમાં તેમનું વજન 50 કિલોની અંદર હતુ. વિનેશનો પક્ષ સિનિયર વકીલ હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંધાનિયાએ રાખ્યો હતો. આઇઓએ જણાવ્યુ કે આ ઘટના વિચારવા જેવી છે. જેને લઇ આઇઓએ એટલું કહી શકે કે આબ્રિટ્રેટર ડોક્ટર અનાબેલ બેનેટ એસી એસીએ તમામ પક્ષોને સાંભળ્યા હતા. સુનવાઇ ત્રણ કલાક ચાલી હતી. આ દરમિયાન વિનેશ ફોગાટ, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટી અને આઇઓએ પક્ષ રાખ્યો.
એફિડેવિટ રજૂ કરવાની તક આપવામાં આવી
સુનાવણી પહેલા તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. જે બાદ મૌખિક દલીલબાજી થઈ હતી. IOAએ કહ્યું આર્બિટ્રેટર ડૉ. અન્નાબેલ બેનેટે સંકેત આપ્યો કે ઓર્ડરનો એક્ઝિક્યુટિવ ભાગ ટૂંક સમયમાં આવશે. વિગતવાર નિર્ણય હવે પછી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: વિચાર્યા કરતાં ખૂબ ગંભીર' સુનીતા વિલિયમ્સ પર નાસાનું નિવેદન, પરત ફરશે કે નહીં?
તેની સિદ્ધિઓ પર ગર્વ છે
IOA પ્રમુખ પીટી ઉષાએ કહ્યું, 'IOA માને છે કે વિનેશને સમર્થન આપવું તેની ફરજ છે. કેસનું પરિણામ ગમે તે આવે, અમે તેમની સાથે ઊભા છીએ. અમને તેની સિદ્ધિઓ પર ગર્વ છે.' આ મામલે નિર્ણય રવિવારે પેરિસ ઓલિમ્પિકના સમાપન પહેલા આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.