બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 03:51 PM, 14 June 2021
ADVERTISEMENT
ગયા અઠવાડીયે અનુપમામાં ડૉ. એદ્વેતનું પાત્ર ભજવી રહેલા અપૂર્વએ શોને ટાટા બાય બાય કહી દીધુ હતુ. શોમાં તે અનુપમાના ડૉક્ટર બન્યા હતા અને તેના કારણે જ અનુપમાને નવુ જીવન મળ્યુ હતુ. હવે તે શોનો હિસ્સો તો નથી પરંતુ તે પરત આવે તેવી સંભાવનાઓ છે.
ADVERTISEMENT
અપૂર્વએ શોને અલવિદા કહ્યું તો ફેન્સ નારાજ થઇ ગયા હતા. તેણે કહ્યું કે, હું માનુ છુ કે મારો હિસ્સો ઘણો વ્યવસ્થિત હતો પરંતુ મને લાગ્યુ કે મેકર્સ મેન સ્ટોરી પર વાપસી કરી રહ્યાં છે અને શૂટિંગ દરમિયાન મે સારો સમય વ્યતિત કર્યો છે.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે સિરીયલમાં વાપસી કરશે તો તેણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જ્યારે અદ્વેત શો છોડી રહ્યો હતો ત્યારે તેણે કહ્યું હતુ કે અમદાવાદ આવશે ત્યારે પરિવારને જરૂર મળશે. એટલે હવે ભવિષ્યમાં વનરાજ અને કાવ્યા એક થઇ જશે ત્યારે ડૉક્ટર અદ્વેત અનુપમાને મદદ કરવા આવી શકે તેવી સંભાવના છે.
દર્શકોના દિલમાં રુપાલીએ અનુપમા બનીને એવી જગ્યા બનાવી દીધી છે કે લોકો તેના વિશે બધી વાત જાણવા બેતાબ બન્યા છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે રુપાલી એક બિમારીથી પીડાઇ રહી છે.
ચમત્કાર હતો દિકરાનો જન્મ
રુપાલીએ હાલમાં જ પોતાની પર્સનલ લાઇફથી જોડાયેલા ખુલાસા કર્યા છે. જેમાં તેણે કહ્યું કે પ્રેગનેન્સી દરમિયાન તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. દિકરાનો જન્મ કોઇ ચમત્કારથી કમ નહોતો. તેણે કહ્યું કે માતા બનવુ તેની સૌથી મોટી મહત્વકાંક્ષા હતી પરંતુ હેલ્થ ઇશ્યુના કારણે તેના માટે તે આસાન નહોતુ.
થાઇરાઇડની પેશન્ટ છે રુપાલી
રુપાલીએ પોતાની બિમારી વિશે કહ્યું કે તે થાઇરાઇડથી ઝઝૂમી રહી હતી. જેના કારણે ફર્ટીલીટીમાં ઘટાડો થયો હતો. તેણે કહ્યું ઘણમી પરેશાનીઓ હતી, મેં ઘણા ડૉક્ટર્સ પાસે ઇલાજ કરાવ્યો ત્યારે જઇને હું દિકરાનો જન્મ આપી શકી. સાથે તેણે એ પણ જણાવ્યું કે જો અનુપમાની ઓફર ન મળી હોત તો તે કરિયરમાં પણ લાંબા બ્રેક પર રહેતી.
લીડ એક્ટ્રેસ રુપાલી
રુપાલી ગાંગુલી શોમાં લીડ એક્ટ્રેસ અનુપમાનુ પાત્ર ભજવી રહી છે. એક્ટ્રેસ કોરોના પોઝીટીવ આવી તે બાદથી શોના સેટ પર ખળભળાટ મચી ગયો હતો. હાલમાં જ શોમાં અનુપમાના દિકરાનો રોલ કરનાર પારસના પિતાના નિધનના સમાચાર સામે આવ્યા હતા જેથી તે શૂટિંગમાંથી ગાયબ હતો. હવે લીડ એક્ટ્રેસ કોરોના પોઝીટીવ આવી હોવાથી શૂટિંગ સંકટમાં આવી ગયુ છે.
anupama, starplus, illness, entertainment, Rupali Ganguli, Anupama, Anupamaa Actress, Rupali Ganguli Show, Rupali Ganguli personal life,
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.