World / USA-તાલિબાન કરારથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાશે?

Will USA Taliban treaty make peace in Afghanistan

વર્ષોની લડાઇ બાદ આખરે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર થયા છે.જેને અનેક નિષ્ણાતો ઐતિહાસિક ગણાવે છે. પરંતુ આ અમેરિકાની મજબૂરી વધુ હોવાનું પણ ઘણા નિષ્ણાતો માને છે. તેથી જ આ કરાર છતાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાનો માર્ગ મોકળો થશે તે કહેવું હાલ કઠિન છે. અમેરિકાનું પ્રમુખ પદ સંભાળ્યું ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સૈન્યને અફઘાનિસ્તાનથી પાછી બોલાવવાના તેમના વચનને પૂર્ણ કરવા પ્રયાસ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખપદની ચૂંટણીનો સામનો કરવા જઈ રહ્યા હોવાથી તાલિબાન સાથેના કરાર માટે તેમને ઉતાવળ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ