Daily Dose / શું ટ્વીટર બંધ થઈ જશે?એલન મસ્કે તો ભારે કરી!

એલન મસ્કે ટ્વિટરની બાગડોર સંભાળી ત્યારથી કંપની સમાચારમાં રહી છે. એલન મસ્ક એકબાદ એક નિર્ણય લઈ યુઝર્સ સહિત ટ્વિટરના કર્મચારીઓને ચોંકાવી રહ્યા છે. બ્લુ ટિક માટે ચૂકવણીની જાહેરાત કરી ત્યારથી ઘણા સેલિબ્રિટીઓએ ટ્વિટર છોડી દીધું છે, જ્યારે સામૂહિક છટણી અને લાંબા કામના કલાકોની વ્યાપક ટીકા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ટ્વિટર તેની ઓફિસો તાત્કાલિક અસરથી થોડા સમય માટે બંધ કરી રહ્યું છે. અહેવાલ મુજબ, 21 નવેમ્બરથી ટ્વિટરની ઓફિસો ફરીથી ખોલવામાં આવશે. આવી સ્થિતિમાં, #RIPTwitter ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે , જેની સાથે લોકો ઘણા બધા મીમ્સ શેર કરી રહ્યા છે. મસ્કે પોતે પણ એક મીમ્સ શેર કર્યો જેમાં તમે 'Twitter's grave' જોઈ શકો છો. તો શું ટ્વીટર બંધ થઈ જશે? જુઓ Daily Dose

બ્રેકિંગ ન્યૂઝ