બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / તમારા કામનું / શું બંધ થઇ જશે સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં ખોલાયેલા આ એકાઉન્ટ્સ? જાણી લેજો આ નવો નિયમ
Last Updated: 08:42 PM, 16 September 2024
Sukanya Samriddhi Yojana Account: સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓ માટે એક વિશેષ યોજના છે જેમાં 8.2 ટકાના દરે વ્યાજ મળે છે. આ યોજનામાં રોકાણ કરનારા માતાપિતાને આવકવેરાની કલમ 80C હેઠળ આવકવેરા કપાતનો લાભ મળે છે. પરિવાર દીઠ વધુમાં વધુ બે ખાતાની મંજૂરી છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દેશની દીકરીઓના ભવિષ્યને આર્થિક રીતે મજબૂત કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવી રહી છે. આ એક નાની બચત યોજના છે, જેમાં માતા-પિતા તેમની પુત્રીના નામે ખાતું ખોલાવીને રોકાણ કરવાનું શરૂ કરે છે. સરકાર દ્વારા આ યોજનાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓના વાલીપણામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આવા ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળનું ખાતું દાદા-દાદી દ્વારા ખોલવામાં આવ્યું હતું, પરંતુ દાદા-દાદી કાયદાકીય વાલી ન હતા, તો નવા નિયમો અનુસાર આ ખાતું હવે માતાપિતા અથવા કાનૂની વાલીઓને મળી જશે. જો તમારા કુટુંબના નામે બે કરતાં વધુ ખાતા હોય, તો વધારાના ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે કારણ કે તે યોજનાના નિયમોનું ઉલ્લંઘન છે.
વ્યાજ દરો અને કર મુક્તિ
સમૃદ્ધિ યોજના દીકરીઓ માટે એક વિશેષ યોજના છે જેમાં 8.2 ટકાના દરે વ્યાજ મળે છે. આ યોજનામાં રોકાણ કરનારા માતાપિતાને આવકવેરાની કલમ 80C હેઠળ આવકવેરા કપાતનો લાભ મળે છે. તમે આ યોજનામાં દર વર્ષે 250 થી 1,50,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો તમે નાણાકીય વર્ષમાં રૂ. 250 કે તેથી વધુ રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહેશો, તો તમારે રૂ. 50નો દંડ ભરવો પડશે.
આ પણ વાંચોઃ રેપ પીડિતાની ઓળખ અને તસવીરો વોટ્સએપ ગ્રુપમાં પણ શેર નહીં કરી શકાય, ગણાશે ગુનો- HC
તમે ખાતું ખોલ્યાના સમયથી 14 વર્ષ સુધી ખાતામાં પૈસા જમા કરવાનું ચાલુ રાખી શકો છો. તેને પરિપક્વ થવામાં 21 વર્ષ લાગે છે. જો કે કોઈ વ્યક્તિ શિક્ષણ અને લગ્ન જેવા ખર્ચ માટે આંશિક ઉપાડ કરી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ફક્ત 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે જ ખોલવામાં આવે છે. માતા-પિતા અથવા કાનૂની વાલી આ ખાતું ખોલાવી શકે છે. પરિવાર દીઠ વધુમાં વધુ બે ખાતાની મંજૂરી છે. જો એક પુત્રી પછી બે જોડિયા પુત્રીઓ હોય, તો તે બંને માટે પણ ખાતું ખોલવાની સુવિધા છે.
એકવાર ખાતું ખોલવાનું કામ પૂર્ણ થઈ જાય પછી ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરીને પૈસા જમા કરી શકાય છે. જો એક વર્ષમાં ન્યૂનતમ રકમ જમા કરવામાં ન આવે તો એકાઉન્ટ ડિફોલ્ટ કેટેગરીમાં મૂકવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.