બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / શું વ્હાઇટ હાઉસમાં થશે ભારતીય મૂળના રાષ્ટ્રપતિની એન્ટ્રી ? જાણો કોણ છે કમલા હેરિસ ?

US Election 2024 / શું વ્હાઇટ હાઉસમાં થશે ભારતીય મૂળના રાષ્ટ્રપતિની એન્ટ્રી ? જાણો કોણ છે કમલા હેરિસ ?

Last Updated: 12:20 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમલા હેરિસ હાલમાં અમેરિકાના પ્રથમ ભારતીય મૂળના અશ્વેત ઉપરાષ્ટ્રપતિ છે. તેમને ફીમેલ ઓબામા તરીકે પણ ઓળખવામાં આવે છે. કમલા હેરિસ અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે. 59 વર્ષીય હેરિસ સાન ફ્રાન્સિસ્કોની ડિસ્ટ્રિક્ટ એટર્ની બનનાર પ્રથમ મહિલા, પ્રથમ ભારતીય અને પ્રથમ આફ્રિકન અમેરિકન છે.

અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની રેસમાં શામેલ થઇ ગયા છે. કમલા હેરીસ ભારતીય મૂળના હોવાથી જો તે અમેરિકાના રાષ્ટ્રપતિ બને તો દરેક ભારતીય માટે તે ગૌરવની વાત ગણાશે. રવિવારે જો બિડેને સત્તાવાર રીતે જાહેર કર્યુ કે તે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડે, આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસની ઉમેદવારીને સમર્થન કરશે. અમેરીકામાં નવેમ્બરમાં ચૂંટણી યોજાવવાની છે... ચૂંટણીઓના ચાર મહિના પહેલાજ અમેરિકાના રાજકારણમાં આ મોટુ પરિવર્તન જોવા મળ્યું છે. કમલા હેરિસ રાષ્ટ્રપતિપદની ઉમેદવાર બનતા ટ્રમ્પ માટે પણ હવે કપરા ચઢાણ થઇ ગયા છે.

ફિમેલ ઓબામા તરીકે લોકપ્રિય

કમલા હેરિસ હાલમાં અમેરિકાના પ્રથમ ભારતીય મૂળના અશ્વેત ઉપરાષ્ટ્રપતિ છે. તેમને ફીમેલ ઓબામા તરીકે પણ ઓળખવામાં આવે છે. કમલા હેરિસ અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે.

2020માં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા

કમલા હેરિસે અમેરિકાની પ્રથમ મહિલા, પ્રથમ ભારતીય, પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ ધરાવે છે. 'ફીમેલ ઓબામા' તરીકે પ્રખ્યાત હેરિસ પ્રથમ જ વખત સેનેટના સભ્ય પણ બન્યા હતા. નવેમ્બર 2020માં પોતાની જીત પછી એક ઐતિહાસિક ભાષણમાં તેમણે તેમની સ્વર્ગસ્થ માતા શ્યામલા ગોપાલનને યાદ કર્યા, જે ભારતીય કેન્સર સંશોધનકાર અને નાગરિક અધિકાર કાર્યકર્તા હતા કમલા હેરિસે, કહ્યું કે માતાએ તેમને તેમની રાજકીય કારકિર્દીના આ મોટા દિવસ માટે તૈયાર કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળનાર તે કદાચ પ્રથમ મહિલા હશે, પરંતુ તે અંતિમ નહીં હોય.

કમલા હેરિસ 2020માં બન્યા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ

59 વર્ષીય હેરિસ સાન ફ્રાન્સિસ્કોની ડિસ્ટ્રિક્ટ એટર્ની બનનાર પ્રથમ મહિલા, પ્રથમ ભારતીય અને પ્રથમ આફ્રિકન અમેરિકન છે. યુએસ પ્રમુખપદની ચૂંટણી 2020 માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર, જો બિડેને ઓગસ્ટમાં તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે હેરિસની પસંદગી કરી હતી. હેરિસ એક સમયે તેમના પ્રતિદ્વંદી બિડેનની આકરી ટીકાકાર હતી. હેરિસ સેનેટના ત્રણ એશિયન અમેરિકન સભ્યોમાંથી એક છે. ઓબામાના કાર્યકાળ દરમિયાન તે 'ફીમેલ ઓબામા' તરીકે લોકપ્રિય હતી.

તમિલનાડુની કેન્સર સંશોધનકાર શ્યામલા ગોપાલનના પુત્રી છે કમલા હેરીસ

કમલા હેરિસનો જન્મ 20 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો.. માતા શ્યામલા ગોપાલન, 1960માં તમિલનાડુથી UC બર્કલે આવ્યા હતા, જ્યારે તેમના પિતા ડોનાલ્ડ જે. હેરિસ અર્થશાસ્ત્રમાં સ્નાતક અભ્યાસ કરવા માટે બ્રિટિશ જમૈકાથી 1961માં UC બર્કલે આવ્યા હતા. અહીં તેમના અભ્યાસ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી અને માનવાધિકાર ચળવળમાં ભાગ લેતી વખતે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ

હાઈસ્કૂલ પછી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલી કમલા માત્ર સાત વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા એકબીજાથી અલગ થઈ ગયા હતા. કમલા અને તેની નાની બહેન માયા તેમની માતા સાથે રહેતા હતા અને તેમની માતાનો તેમના બંનેના જીવન પર ઘણો પ્રભાવ હતો. જોકે તે સમયગાળો અશ્વેત લોકો માટે સરળ ન હતો.

ભારત સાથે અતૂટ સંબંધ

કમલા અને માયાનો ઉછેર કરતી વખતે, તેમની માતાએ તેમને તેમની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા રાખ્યા અને તેમને તેમના સહિયારા વારસા પર ગર્વ કરવાનું શીખવ્યું. તે ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલા રહ્યા. આ અંગે કમલાએ બિડેન-હેરિસ કેમ્પેઈન વેબસાઈટ પર પોતાની આત્મકથા "ધ ટ્રુથ્સ વી હોલ્ડ"માં લખ્યું છે કે તેમની માતા જાણતી હતી કે તે બે અશ્વેત દીકરીઓને ઉછેરશે અને તેમને હંમેશા અશ્વેત તરીકે જ જોવામાં આવશે. પરંતુ તેમણે બન્ને દિકરીઓનો ઉછેર એવી રીતે કર્યો કે ત્રણેય સમગ્ર અમેરિકામાં "શ્યામલા એન્ડ ધ ગર્લ્સ" તરીકે ઓળખાવા લાગ્યા

આ પણ વાંચોઃ 'કમલા હેરિસને હરાવવી...', USના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાનો બાયડને ઇનકાર કરતા ટ્રમ્પનો દાવો

કેલિફોર્નિયા એટર્ની બનનાર પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત વ્યક્તિ

હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ હેરિસે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. 2003માં તે સાન ફ્રાન્સિસ્કોની ટોચની અભિયોજક બની. 2010 માં તેઓ કેલિફોર્નિયા એટર્ની બનનાર પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા. 2017 માં તે કેલિફોર્નિયામાંથી જુનિયર યુએસ સેનેટર તરીકે ચૂંટાયા હતા. જ્યારે કમલાએ 2014 માં તેના સાથી વકીલ ડગ્લાસ એમહોફ સાથે લગ્ન કર્યા, ત્યારે તે ભારતીય, આફ્રિકન અને અમેરિકન પરંપરાઓ તેમજ યહૂદી પરંપરાઓ સાથે પણ જોડાયા.

PROMOTIONAL 10

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Origin kamla Harris Presidential Election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ